Gujarat

પ્રતિક ગાંધીની ‘વ્હાલમ જાઓ ને’ ફિલ્મ આ તારીખે થશે રિલિઝ

અમદાવાદ
ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમ વાર જિયો સ્ટુડિયોઝની શરૂઆત મલ્ટિસ્ટારર ફેમિલી-કોમેડી “વ્હાલમ જાઓ ને” ફિલ્મને સાથે થવાની છે. આ ફિલ્મ આગામી ૪ નવેમ્બર ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકારો પ્રતિક ગાંધી અને દીક્ષા જાેષી એકસાથે જાેવા મળશે. ફિલ્મમાં ટીકુ તલસાણિયા, સંજય ગોરાડિયા, કેવિન ડેવી, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપસચદેવ પણ જાેવા મળશે. હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું સંગીત સંગીતકાર જાેડી સચિન-જીગર દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જેમણે હિન્દી અને ગુજરાતી સિનેમા માટે બહુવિધ હિટ ગીતો કંપોઝ કર્યા છે. ફિલ્મની કહાની શું છે?… પૂનમ શ્રોફ અને પાર્થ ગજ્જર દ્વારા નિર્મિત આ ફિલ્મની વાર્તા રાહુલ પટેલ દ્વારા લખવામાં આવી છે. “વ્હાલમ જાઓ ને” એકસંપૂર્ણ કૌટુંબિક મનોરંજન છે, જે દરેકના ખૂબ જ દિલથી મજા કરાવશે – યુવા કિશોરોથી લઈને યુવાનો અને દાદા-દાદી પણ તેનોઆનંદ માણશે. “વ્હાલમ જાઓ ને” આપણને મ્યુઝિક ડિરેક્ટર એવા ફિલ્મના નાયક સુમિત ગાંધી (પ્રતિક ગાંધી)ની વાર્તાનામાધ્યમથી લઈ જાય છે, જે રીના (દીક્ષા જાેશી) કે જે એક ફેશન ડિઝાઇનર છે અને ફિલ્મ સ્ટાર રણવીર સિંહની સ્ટાઈલિશ બનવામાંગે છે તેના પ્રેમમાં છે. પ્રેમનો નવો શિકાર છે સુમિત ગાંધી, પરંતુ તેને પોતાના પ્રેમ રીના વિના પોતાનું ભવિષ્ય દેખાતું નથી. એકસરસ દિવસે શ્રીમંત એમઆરઆઇ ઉદ્યોગપતિ એવા રીનાના પિતા સુમિતના પરિવારને મળવા ભારત આવે છે અને વાર્તા આગળવધે તેમ અનેક વળાંકો આવે છે. પ્રતિક ગાંધીનો શું હશે રોલ?…મુખ્ય નાયકની ભૂમિકા ભજવવા પર, ટેલેન્ટ પાવરહાઉસ પ્રતિક ગાંધી જણાવે છે, “વ્હાલમ જાઓ ને”એ ભૂલોની કોમેડીનુંમિશ્રણ ધરાવતું એક સંપૂર્ણ રોમેન્ટિક ડ્રામા છે, જે પ્રેક્ષકોને તેમની બેઠકો પર જકડી રાખશે. તે એક સ્વસ્થ પારિવારિક મનોરંજન છેઅને કલાકારોએ આ વાતને ખાતરીબદ્ધ કરી છે. તેમની કોમિક ટાઈમિંગથી થિયેટરમાં દરેક જણ મૂવીનો આનંદ માણશે અનેઅમર્યાદિત હાસ્ય હશે. મને આખી ટીમ સાથે શૂટિંગ કરવામાં ખુબ મજા આવી અને મને ખાતરી છે કે દર્શકોને પણ એટલું જ મનોરંજન પુરૂ પાડશે. પોતાની ભૂમિકા વિશે જણાવતા દીક્ષા જાેષીએ કહ્યું કે જ્યારે મને “વ્હાલમ જાઓ ને”ના નિર્માતાઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો,ત્યારે જાે ફિલ્મમાં આટલાં મોટા કલાકાર છે તો મારે આ ફિલ્મ કરવી જ જાેઈએ. અમારા દિગ્દર્શક હાર્દિક ગજ્જરેમારી અને પ્રતિક વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી વિશે વિચાર્યું હતું. મને લાગે છે કે દર્શકોને આ ફિલ્મ જાેવી ગમશે. કોમિક સીન્સનુંશૂટિંગ કરવું ખૂબ જ મજેદાર રહ્યું છે જેની અમે ખાતરી આપીએ છીએ કે તમે સિનેમા હોલમાં નોન-સ્ટોપ મનોરંજન લાવશે. દિગ્દર્શિક હાર્દિક ગજ્જરે જણાવ્યું, “બે સફળ હાઈ-ઓન-ઈમોશનલ-હિન્દી ફિલ્મો પછી, હું મારી માતૃભાષા ગુજરાતીમાં એકફિલ્મ કરવા માંગતો હતો. ત્યારે મને “વ્હાલમ જાઓ ને”ની સ્ક્રિપ્ટ મળી, જે મનોરંજનના રોલર કોસ્ટરથી ભરપૂર છે. હુંભાગ્યશાળી છું કે મારી પ્રથમ ગુજરાતી ફિલ્મમાં પ્રતિભાશાળી કલાકારોનો કાફલો મળ્યો, અને એક દિગ્દર્શક તરીકે, હું વધુ માંગીશક્યો ન હોત. મારી આખી ટીમે આ ફિલ્મને મોટા પડદા પર માણવા માટે એક પરફેક્ટ ફેમિલી એન્ટરટેઈનર બનાવી છે. હું એક જસમયે ખુશ અને નર્વસ છું. હું આશા રાખું છું કે દર્શકો ફિલ્મને એટલો જ આનંદ માણશે, જેટલો આનંગ અમને શૂટિંગ કરવા સમયેઆવ્યો છે.પ્રતિભાશાળી સ્ટાર કાસ્ટ સાથે વળાંકો અને મરોડથી ભરેલો રોલર કોસ્ટર પ્લોટ, ‘વ્હાલમ જાઓ ને’ને ફક્ત થિયેટરોમાં જ જાેવો જાેઈએ. જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટુડિયોઝ અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત, અને સ્ટાર્સપ્રતિક ગાંધી, દીક્ષા જાેશી, ટીકુ તલસાણિયા, સંજય ગરોડિયા, કેવિન ડેવી, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ દ્વારાઅભિનિત “વ્હાલમ જાઓ ને” ફિલ્મ ૪ નવેમ્બર ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *