Gujarat

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ઈ-કે.વાય.સી કરાવી લેવા અંગે  

છોટા ઉદેપુરના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેતી જમીન ધરાવતા પરિવારોને વાર્ષિક 6000 ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની સુચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત પણે આધાર કાર્ડ ઈ-કે.વાય.સી પૂર્ણ કરાવવાનું રહેશે. જે ખેડૂતોએ ઈ-કે.વાય.સી અને આધારકાર્ડ સીડેડ નહી કરાવ્યું હોય તેમને હવે બેંક ખાતામાં રકમ જમા કરાશે નહી. ઈ-કે.વાય.સી કરાવવાનું હોય તેઓએ બાયોમેટ્રીક ઓથેન્ટીકેશનની સુવિધા ધરાવતા સર્વિસ કોમન સેન્ટર અને ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈ કરાવી શકાશે. એવું જીલ્લા ખેતીવાડી અધિકારી છોટાઉદેપુરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *