ગિરગઢડા
ભરત ગંગદેવ
પ્રભાસ પાટણ સોમનાથ મોટા કોળી વાળા ના આગેવાનો તેમજ સમસ્ત કોળી સમાજ દ્વારા ગીરનાર આરોહણ આવરોહણ સ્પર્ધા-૨૦૨૨ માં પ્રભાસ પાટણ કોળી સમાજના જુનિયર વિભાગમાં પ્રથમ નંબર પર શ્રી પારૂલબેન નારણભાઇ વાળા તેમજ સિનયર વિભાગમાં તૃતીય નબર પર નિશાબેન જીવાભાઇ બામણીયા તેમજ જુનિયર વિભાગમાં ચોથા ક્રમાક પર શ્રી અભિષેકભાઈ રામભાઇ ગાવડીયા આ તમામ ભાઈઓ બહેનો અવલ્લ નંબર પર વિજેતા થઈ પ્રભાસ પાટણ તેમજ સમસ્ત કોળી સમાજ નું ગૌરવ વધારિયું તે બદલ તેમનું પ્રભાસ પાટણ સોમનાથ મોટા કોળી વાળા ના આગેવાનો તેમજ સમસ્ત કોળી સમાજ દ્વારા ફૂલ વડે હારતોરા કરીને આવનારા સમયમાં આ તમામ તારલાઓ નેશનલ લેવલે પણ યોજાનાર સ્પર્ધા મા વિજેતા બની આવીજ રીતે કોળી સમાજ નું નામ રોશન કરશે તેવી શુભેચ્છાઑ પાઠવેલ હતી, તેવું કોળી સમાજ ના યુવા આગેવાન પ્રેમ ભાઈ ગઢીયા ની યાદી મા જણાવાયુ હતું


