Gujarat

પ્રવાસન મંત્રાલયના મુંબઈ પ્રાદેશિક કાર્યાલય દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગરમાં ‘મહિલા પિંક ઈ-રિક્ષા ડ્રાઈવરો’ માટે વર્કશોપનું આયોજન. 

G-20 બેઠકોની તૈયારીઓ

ભારતમાં G-20 બેઠકોની તૈયારીના ભાગરૂપે પ્રવાસન મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રવાસન ઉદ્યોગના હિસ્સેદારો અને આનુશંગિક સેવા આપનાર વિવિધ વિભાગો માટે સમગ્ર દેશમાં ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમોની શ્રેણી યોજી રહ્યું છે. જેમા અનેક વ્યવસાય કરતા લોકો જે પ્રવાસ સાથે સીધા સંપર્કમાં આવે છે, જેમા બસ/રેલ્વે સ્ટેશનનો સ્ટાફ, રિક્ષાચાલકો, ઓટો/ટેક્સી ડ્રાઈવરો, પોલીસ કર્મચારીઓ, એરપોર્ટ પર ઈમિગ્રેશન સ્ટાફ, કુલીઓ, ટેક્સી/કોચ ડ્રાઈવરો, સ્મારકો પરનો સ્ટાફ, ગાઈડ વગેરેનો સમાવેશ થાય છે.
આ પહેલના ભાગરૂપે, પ્રવાસન મંત્રાલયના મુંબઈ પ્રાદેશિક કાર્યાલયે GMR વારાલક્ષ્મી ફાઉન્ડેશન, એકતા ડેવલોપમેન્ટ, એકતાનગરના સહયોગથી સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર, ગુજરાત ખાતે મહિલા પિંક ઈ-રિક્ષા ડ્રાઈવરો માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. કુલ ૧૦૫ મહિલા ડ્રાઈવરોએ ઇવેન્ટમાં હાજરી આપી હતી જ્યાં તેઓ મૂળભૂત શિષ્ટાચાર, માવજત, પ્રવાસી યોગ્ય વર્તન વિશે શિખ્યા હતા. તાલીમનું બીજું સત્ર મહિલા ડ્રાઇવરોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરના પ્રવાસી સર્કિટથી વાકેફ કરવા માટે સમર્પિત કરવામાં આવ્યું હતું. જૂન ૨૦૨૩માં G-20 બેઠક માટે એકતાનગર એક સ્થળ છે.
એકતાનગર પહોંચ્યા પછી અત્રે ફરવા માંગતા પ્રવાસીઓનો પ્રાથમિક સંપર્ક મહિલા ડ્રાઇવરો છે. તે સૌથી અગત્યનું છે કે એકતાનગરમાં પાયાના સ્તરના સેવા પ્રદાતાઓ પ્રવાસીઓ સાથે સીધો વ્યવહાર કરતી વખતે મૂળભૂત વર્તણૂકીય કૌશલ્યો (સોફ્ટ સ્કિલ) વિશે સંવેદનશીલ બને,આના પરિણામે પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ થશે.
ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ઉચિત પગલાં લીધાં છે. તેના ભાગરૂપે, એકતાનગરમાં આદિવાસી મહિલાઓને સરકાર મારફતે ઇ-રિક્ષા તાલીમ આપવામાં આવી છે અને તેમને ઇ-રિક્ષા આપવામાં આવી છે જેથી કરીને તેઓને સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેતા પ્રવાસીઓની સ્થાનિક પરિવહન જરૂરિયાતોને સરળ બનાવીને ઉત્તમ આજીવિકા માટેની તકો મળી શકે. એકતાનગર વિસ્તાર હવે માત્ર ઈલેક્ટ્રીક વાહનો માટેનો વિસ્તાર બની રહ્યો છે.

IMG-20221213-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *