ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ ગીર ખાતે તા.૧૬ ઓક્ટોબર સિંહ દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવી રહ્યું છે. સાસણ સિંહ દર્શન માટે ઓનલાઇન પર મીટ બુકીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર ખાતે ઈકો ટુરીઝમ ઝોન (નિયત રૂટ ઉપર) તા.૧૬ ઓકટોબર ૨૦૨૨ થી પ્રવાસન સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર માટે ઓનલાઇન પરમીટ બુકીંગ શરૂ થઇ ગયેલ છે અને પ્રવાસીઓ ઓફિસીયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in/ પરથી પરમીટ બુક કરી શકશે. તમામ પ્રવાસીઓને વિનંતી કરવામાં આવે છે કે, કેન્દ્ર અને રાજય સરકાર દ્રારા કોવિડ-૧૯ માટે વખતો વખત બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે. નાયબ વન સંરક્ષક ડો.મોહન રામની યાદીમાં જણાવાયું છે.
