Gujarat

પ્રવાસીઓ માટે ધાર્મિક-ફરવાલાયક સ્થળો માટે એસટી બસો દોડતી કરી

ગીર સોમનાથ
જગવિખ્યાત સોમનાથ તીર્થમાં પણ આ અભિગમનો અમલ થઈ રહ્યો છે. જેમાં રાજ્ય સરકારના એકમ જીએસઆરટીસી દ્વારા ૨ અત્યાધુનિક ઇલેક્ટ્રીક એસી બસો યાત્રાધામ નગરી માટે ફાળવી છે. જેથી ગીતા મંદિર ખાતેથી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, સોમનાથના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, વિજયસિંહ ચાવડા, એસટીના નિયામક જી.ઓ.શાહ સહિતનાએ બંન્ને બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી બસની મુસાફરી મારી નિરીક્ષણ કર્યુ હતુ. આ તકે એસટીના નિયામક ઓ.જી.શાહના જણાવ્યાં મુજબ આ બંન્ને ઇલેક્ટ્રીક અદ્યતન બસો વેરાવળથી સોમનાથ અને પ્રભાસ તીર્થમાં આવેલા અન્ય ભાલકા, ભીડીયા, બિરલા મંદિર ચોપાટી, ગીતા મંદિર, સાંઈબાબા જેવા ધર્મસ્થાનોને જાેડતા રૂટો ઉપર દોડાવવા માટે આયોજન કરાયેલ છે. આ બસમાં મુસાફરી માટે રૂ.૧૬, ૧૯ અને ૨૪ એમ ત્રણ પ્રકારનું ભાડું રહેશે. આ બસોમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે જે બસ ને સુરક્ષિત અને પર્યાવરણ માટે હરિત બનાવે છે. બન્ને બસ ૧૦૦% ઈલેક્ટ્રીક ઉર્જાથી સંચાલિત છે. જેના કારણે તે વાતાવરણમાં પ્રતિ દિવસ થતું વાહનના ધુમાડાનું પ્રદૂષણ ન કરીને પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ બનશે. વેરાવળ- સોમનાથ જાેડીયા શહેરમાં ઘણા સમયથી સીટી બસ સેવા બંધ હોવાથી સ્થાનીકો સાથે દુર દુરથી આવતા પ્રવાસીઓને સોમનાથ જવા માટે ભારે અગવડતા સાથે ઉંચા ભાડા ચુકવવા પડતા હતા. એવા સમયે શ્રાવણ માસના પ્રારંભે જ દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સોમનાથ આવતા હોય છે. ત્યારે રાજયના એસટી નિગમ દ્વારા યાત્રાધામ જાેડીયા નગરી ખાતે આવતા ધર્મપ્રેમી પ્રવાસીઓને વધુને વધુ સારી સુવિધા મળે તેવા અભિગમ સાથે બે ઇલેક્ટ્રીક બસો ફાળવી પરીવહનની સેવા ચાલુ કરી છે. આ સેવાથી સ્થાનીક પ્રવાસન ઉધોગને વેગ મળે તેવી આશા જાણકારો સેવી રહ્યાં છે.પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થને શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજ્ય સરકારએ મોટી ભેટ આપી છે. સોમનાથ તીર્થના જાેડીયા નગરના ૧૫ કીમી વિસ્તાર માટે રાજય સરકારના વાહન વ્યવહાર નિગમ દ્વારા ૩૩ સીટોની કેપીસીટી વળી ૨ ઈલેક્ટ્રીક એસી લક્ઝરી બસો આપી છે. આ બસ સેવાનું લોકાર્પણ કરતા જાેડીયા શહેરના ૧૫ કીમીના માર્ગે ઉપર ફરતી થઈ છે. આ બસ સેવાનો સ્થાનીકોથી લઈને સોમનાથ આવતા પ્રવાસીઓ પણ લાભ લઈ શકે તે રીતે જાેડીયા શહેરના રૂટો પર દોડતી રહે તેવું આયોજન કરાયેલ છે.

File-02-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *