પ્રાંચી તીર્થ…
પ્રાંચી તીર્થ ખાતે ગાયત્રી પરીવાર ના વરિષ્ઠ પરિજન સ્વ.ઉકાભાઇ ચુડાસમાની સાતમી વાર્ષિક પુણ્યતિથી નિમિતે તથા સ્વ.ભુબેન ચુડાસમાના પુણ્યાર્થે તેમના પરિવાર દ્વારા તા.૧૮/૧૨/૨૨ ને રવિવાર ના રોજ કોળી સમાજ ભવન પ્રાંચી તીર્થમાં શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પ તથા હાર્ડ વૈદ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે . જેમાં રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોકટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે . તથા હાર્ડ વૈદ ડોક્ટર રવિરાજભાઈ તાલાળા વાળા તથા ડોક્ટર મિલનભાઈ પ્રાચી વાળા પોતાનું યોગદાન આપશે. આ વિનામુલ્યે સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાનકરી જરૂરીયાતવાળા મોતીયાના દર્દીને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઇ જઇ અન્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ ( નેત્રમણી ) સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે . આવનાર દરેક દર્દીઓને રહેવા , જમવા , શુઘ્ધ ઘીનો શીરો , ચા પાણી – નાસ્તો , ચશ્માં , દવા , ટીપા મફત આપવામાં આવશે . આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવાની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે આ કેમ્પમાં દર્દીઓને કોઇ પ્રકારની તકલીફ ન પડે તે માટે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે . આ ઉપરાંત દરેક દર્દીને કોઇ બિમારી હોય તો પણ તેની તકેદારી રાખીને તેનું નિદાન કરવામાં આવનાર છે . આ કેમ્પમાં ઓપરેશન કરવા જતા તમામ દર્દીને હોસ્પિટલ તરફથી ભગવાનને પ્રસાદી રૂપે ધાબળો ( બ્લેન્કેટ ) ભેટ આપવામાં આવશે . આ કેમ્પના આંખના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે વધુ માહિતી માટે જાદવભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ મો .૯૯૭૮૫ ૨૩૧૮૨ માં સંપર્ક કરવો


