Gujarat

પ્રાંચી તીર્થ ખાતે સમસ્ત કોળી સમાજ નો 13 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો..

સંતો, સાંસદ, ધારાસભ્ય, આગેવાનોની ઉપસ્થિતિમાં 13 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા.
ગિરગઢડા તા
ભરત ગંગદેવ..
પ્રાચી તીર્થ…. પ્રાચી તીર્થ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા તેરમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું જેમાં તેર નવયુગલો જોડાઇ પ્રભુતામાં પગલા માંડયા હતા અને લગ્ન સંભારભ નાં ખોટા ખર્ચાઓ અને કુરિવાજોને તિલાંજલી આપવામાં આવી હતી પ્રાચી તીર્થ ખાતે સમૂહલગ્ન સમિતિ દ્વારા તેરમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન મા આજુબાજુ ગામના યુવાનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી
આ સમૂહ લગ્નોત્સવ ભગવાન માધવરાયજી પ્રભુ ના સાનિધ્ય મા યોજાયો હતો
જેમાં દાતાઓ તરફથી 60 જેટલી વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં કોળી સમાજનું ગૌરવ એવા પાંચ વર્ષના બાળક એવા સાળંગપુર ધામ ના આર્યન ભગત પણ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન લગ્ન સમારંભમાં થતા ખોટા ખર્ચાઓ અને અને કુરિવાજો ને સમસ્ત કોળી સમાજ દ્વારા તીલાંજલી આપી એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
આ સમૂહ લગ્નમાં આગેવાનો અને દાતાશ્રીઓ નું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું
આ તકે કોળી સમાજના મુખ્ય મહેમાનોમાં સોરઠ ના સાંસદ રાજેશભાઇ ચુડાસમા જુનાગઢ ગીર સોમનાથ, સોમનાથ ના યુવા ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, માજી ધારાસભ્ય ભગવાનભાઇ કરગઠીયા માંગરોળ, મટાણા પાધેશ્વરી આશ્રમના મહંતશ્રી કરસનદાસ બાપુ ઉપવાસી, ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ ફોનદ્વારા શુભેચ્છક સંદેશ પાઠવેલ, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન બચુભાઈ વાજા, તથા સુત્રાપાડા કોળી સમાજના આગેવાનો, વેરાવળ-પાટણ ના કોળી સમાજના આગેવાનો, તાલાળા ના કોળી સમાજના આગેવાનો, કોડીનારના કોળી સમાજના આગેવાનો, ઉનાના કોળી સમાજના આગેવાનો, તથા જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસય સરપંચો, ઉપસરપંચો, તથા આગેવાનો , તથા કાર્યકર્તાઓ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ રાજુભાઈ વાજા, ધીરૂભાઇ સોલંકી, પોલાભાઈ રાઠોડ, ડોક્ટર બાલુભાઈ ચુડાસમા, બચુભાઈ મેર તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં આવ્યો હતો.

IMG-20220525-WA0451.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *