હાર્દિક કાનાબાર પ્રાચી
સંતો, સાંસદ, ધારાસભ્ય, આગેવાનોની ઉપસ્થિતિમાં 13 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં
સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા તેરમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું જેમાં તેર નવયુગલો જોડાઇ પ્રભુતામાં પગલા માંડયા હતા લગ્ન સમારંભ નાં ખોટા ખર્ચાઓ અને કુરિવાજોને તિલાંજલી આપવામાં આવી હતી આ સમૂહ લગ્ન મા આજુબાજુ ગામના યુવાનો દ્વારા સમૂહલગ્ન ને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી
આ સમૂહ લગ્નોત્સવ ભગવાન માધવરાયજી પ્રભુ ના સાનિધ્ય મા યોજાયો હતો જેમાં દાતાઓ તરફથી 60 જેટલી વસ્તુઓ દીકરીઓ ને કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં કોળી સમાજનું ગૌરવ એવા પાંચ વર્ષના બાળક એવા સાળંગપુર ધામ ના આર્યન ભગતનું પણ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ
આ દરમિયાન લગ્ન સમારંભમાં મહાનુભાવો દ્વારા સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધે સમાજ વ્યસનમુક્ત બને અને સમાજ અધશ્રધ્ધા અને કુરિવાજો ને સમસ્ત કોળી સમાજ દ્વારા તીલાંજલી આપી એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
આ સમૂહ લગ્નમાં આગેવાનો અને દાતાશ્રીઓ નું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે કોળી સમાજના મુખ્ય મહેમાનોમાં સોરઠ ના સાંસદ રાજેશભાઇ ચુડાસમા સોમનાથ ના યુવા ધારાસભ્યશ્રી, વિમલભાઈ ચુડાસમા, માજી ધારાસભ્ય ભગવાનભાઇ કરગઠીયા, માંગરોળ મટાણા પાધેશ્વરી આશ્રમના મહંતશ્રી કરસનદાસ બાપુ ઉપવાસી, ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા ફોન થી નવદમ્પતીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો આ તકે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન બચુભાઈ વાજા, તથા સુત્રાપાડા કોળી સમાજના આગેવાનો, વેરાવળ-પાટણ કોળી સમાજના આગેવાનો, તાલાળા કોળી સમાજના આગેવાનો, કોડીનાર કોળી સમાજના આગેવાનો, ઉના કોળી સમાજના આગેવાનો, તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, તથા સમાજના આગેવાનો તથા કાર્યકર્તાઓ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ વજુભાઈ વાજા, ધીરૂભાઇ સોલંકી, પોલાભાઈ રાઠોડ, ડોક્ટર બાલુભાઈ ચુડાસમા, બચુભાઈ મેર, ટપુભાઈ તથા સમૂહલગ્ન સમિતિ ની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં આવ્યો હતો