ભારે વરસાદ થી આજુબાજુ વિસ્તાર માં જડબંબાકાર…
સરસ્વતી નદી ના ભારે પૂર થી સરા,આલીદરા, ઉબરી, સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા..
ગિરગઢડા
ભરત ગંગદેવ.
પ્રાચી તીર્થ… સુત્રાપાડા તાલુકામાં ગઈકાલે ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા ભારે વરસાદથી સરસ્વતી નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા વાત કરવામાં આવે તો પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં આ મોસમનું પ્રથમ મોટું ઘોડાપૂર આવતા સમગ્ર આજુબાજુ વિસ્તારમાં જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ હતી સરસ્વતી નદીએ આજે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા ગીરમાં ભારે વરસાદના કારણે સરસ્વતી નદી ગાંડીતૂર બનતા સુ વિખ્યાત માધવરાયજી મંદિર સંપૂર્ણ ડૂબેલ જોવા મળ્યું હતું અને પાણીનો પ્રવાહ સરસ્વતી ઘાટ મોક્ષ પીપળાને સરસ્વતી માતા પાની રેડતા હોય અને ફરતે પ્રદીક્ષા કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ભારે પૂરના કારણે નીચાણાવાળો વિસ્તારમાં પાણી ભરાયા હતા અને પ્રાચી થી આલીદ્રા અને અમરાપુર થી સરા અને ગોરખમઢી થી બોસન સહિત ગામો સંપર્ક તૂટ્યો હતો આ સાથે જ પ્રાચી નજીક ખાંભા ગામે પણ સરસ્વતી નદીના પાણી રોડ ઉપર ભરાતા બેટમાં ફેરવાયા હતા અને રાત્રે ગામ ના લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ભારે વરસાદના કારણે ખેતરો પાણી થઈ ગયા હતા તો અનેક માર્ગો પર નદીના પાણી ભરાતા માર્ગો બંધ થયા હતા અને વાહન વ્યવહાર ને ભારે અસર થઈ હતી સુત્રાપાડા પંથકમાં છેલ્લા ૧૭ દિવસથી વરસાદ ચાલુ છે. વાવેતર થયા બાદ અમૃત વરસાદ ચાલુ હોય તમામ ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ મગફળી તથા સોયાબીનના વાવેતર ઉપર જબરુ જોખમ ઊભું થયું છે તેમજ અવિરત વરસાદથી અનેક ગામોમાં ખેતરોમાં ધોવાણ થયું છે અને પીએસઆઇ હેરમાં સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ સ્થળે સુત્રાપાડા પોલીસ સ્ટાફ રાત્રે પણ ખડે પગે રહ્યો હતો..

