Gujarat

પ્રાચી ટિબડી ગામે ગોચર જમીન ને ખાલી કરાવવા આવેદન પત્ર  કલેક્ટર શ્રી ને પાઠવ્યું

હાર્દિક કાનાબાર પ્રાચી

હાલ વારંવાર ગોચર ની જમીન માં ગેરકાયદેસર દબાણ કરવા ના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે પ્રાચી નજીક આવેલા ટિબડી ગામે પણ આવોજ એક કિસ્સો સામે આવતા ગૌ પ્રેમી માં આક્રોશ જોવા મળ્યો હતો

 પ્રાચી તીર્થ નજીક આવેલ ટિબડી ગામ પાસે આવેલ વાસાવડ  રોડ પર આવેલ ગોચર જમીન માં ગે  રકાયદેસર રીતે દબાણ કરવા નું જાણવા મળ્યું
 જાણવા મળતી માહિતી મુજબ  ટિબડી ગામે રહેતા ડો પ્રદીપ ભાઈ અરસીભાઈ  વાળા જે રાબેતા મુજબ પોતાની હોસ્પિટલે જવા નીકળતા  જેમાં. આજ રોજ ટિબડી વાસાવડ રોડ પર આવેલી ગોચર જમીન માં દબાણ થતું હોવાનું જનતા એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવતા જમીન નો સર્વે કઢાવતા ટિબડી ગામે ખાતા  નંબર 118    31-57-07ચોરસ મીટર માં સર્વે નં 3/32/49/84/9/98/50/54/55/ આમ કુલ 9 સર્વે નંબર માં ગોચર ની જમીન આવેલી છે
આ માહિતી ગુજરાત ગવર્મેન્ટ ની વેબસાઈડ( anyror) પરથી મળેલ હતી
 એક તરફ  લંપી વાયરસ ની બીમારી ને કારણે હજારો ગાયો મૃત્યુ પામી છે જેને દફનાવવા માટે પણનટિબડી ગામે જગ્યા નથી ટિબડી ગામમાં ગૌ શાળા હોવા છતાં ગાયો ને ચરવા માટે જગ્યા નથી અને જ્યાં ગામ તળ ની જમીન ગોચર જમીન માં બિન કાયદેસર રીતે કબજો કરી લેવા માં આવે છે જેને લઈ ડો.પ્રદીપભાઈ અરસી ભાઈ વાળા દ્વારા કલેક્ટર સાહેબ શ્રી ને તેમજ મામલતદાર સાહેબ શ્રી ને લેખિત રૂબરૂ આવેદન આપી આવી રીતે ગેરકાયદેસર રીતે ગોચર ની જમીન માં કબજો કરતા ઈસમો ને  ગોચર ની જમીન માંથી કબજો ખાલી કરાવી યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *