ગિરગઢડા
ભરત ગંગદેવ.
પ્રાચી તીર્થ…. પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં નેત્ર નિદાન કેમ્પ તથા દંતનિદાન કેમ્પ યોજાયો હતો આ નેત્ર નિદાન કેમ્પ ના દાતા ભરતભાઈ ડોડીયા 66kv પ્રાચી તથા રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ના ડોક્ટરો તથા દાંતના ડોક્ટર નયનાબેન રાવલીયા વેરાવળ તથા કરસનદાસ બાપુ પાઘેશ્વરી આશ્રમ મટાણા તથા બીપીન ભાઈ જાની સુત્રાપાડા તથા આજાભાઈબારડ રંગપુર તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને અને ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા એ કેમ્પને ઉદબોધન કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સૌને સદબુદ્ધિ માટે ૧૧ ગાયત્રી મહામંત્ર અને 5 મહામૃત્યુંજય મંત્રની સાથે પ્રાર્થના કરાઇ હતી જેમાં શ્રીરણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના ડોક્ટરએ આંખના 60 દર્દીઓને તપાસી 20 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા. દંત નિદાનના ડો.નયનાબેન રાવલીયાએ 12 દર્દીઓએ તપાસ કર્યા હતા આ કેમ્પ ના દાતા તરફથી સૌના માટે ચા-પાણીની તથા સાદા ભોજનની વ્યવસ્થાસુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા તથા ચા-પાણીની વ્યવસ્થા રાખેલ હતી આ કેમ્પને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના પરિજન તથા સેવાભાવી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે કેમ્પનું આયોજન કરાયેલ હતું આ કેમ્પને સફળ બનાવવામાં કાનાભાઈ સોલંકી બોસન,નાથાભાઈ સોલંકી થરેલી, , નારણભાઈ વાળા પાધરુકા, તથા જુસબભાઈ વડાળા, તથા બીપીનભાઈ જાની સુત્રાપાડા તથા દિવાળીબેન પ્રાચી તથા રતિભાઈ પ્રાચી તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિજનો તથા સ્વ રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ ના કાર્યકર્તાઓ તથા સેવાભાવી ભાઈ-બહેનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવેલો હતો.


