આવતા તમામ દર્દીઓને પોતાનું આધારકાર્ડ સાથે લાવવાનું છે..
પ્રાચી તીર્થ. પ્રાચી ખાતે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પ આગામી તારીખ 18 1 2022 ને મંગળવાર ના રોજ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે રાખવામાં આવેલ છે. જેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના સેવાભાવી ડોક્ટરોતથા સ્ટાફ પોતાનુ યોગ્યદાન આપશે. આ વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ માં આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ બસમાં લઈ જઈ અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફટ કોલ્ડેબલ લેન્સ નેત્ર મણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આવનાર દર્દીઓને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા-પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા મફત આપવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવા ની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે.
ખાસ નોંધ. આ કેમ્પમાં આવતાં તમામ દર્દીઓને માસ્ક પહેરવું, અને બે મીટરનું અંતર જાળવવા નું રહેશે અને સાથે આધારકાર્ડ લાવવાનું રહેશે.
