ગિરગઢડા
ભરત ગંગદેવ…
પ્રાંચી. સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે મહાબળેશ્વર ની જગ્યા માં ગાયત્રી પરિવાર ના સ્થાપક સંરક્ષક શ્રી વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી લિખિત શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા પારાયણ નો ભવ્ય આયોજન કરાયું હતું જેમાં વ્યાસાસને પ્રજ્ઞા પુત્ર શ્રી મુકેશભાઈ થાનકી એ પોતાની ભાવ શૈલીમાં કથાનું રસપાન કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા જેમાં આજના આ યુગમાં માનવને કેવી રીતે જીવન જીવવું તથા આજની સમસ્યા નું સમાધાન શ્રીમદ પ્રજ્ઞા પુરાણ ની અંદર આપવામાં આવેલું છે આજે માણસ ની પાસે બુદ્ધિ તો છે પરંતુ સદબુદ્ધિ ની આવશ્યકતા છે એ મેળવવા માટે સદ જ્ઞાનની અધિષ્ઠાત્રી મા ગાયત્રી ના શરણમાં જવું જોઈએ આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી કથાનું રસપાન કરેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત વડોદરા ગામ તથા મહિલા મંડળ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી……


