હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
આજ રોજ તા 10/8/2022 ના રોજ પ્રાચી તીર્થ ખાતે આવેલ સોમનાથ સાયન્સ એકેડેમી ના વિદ્યાર્થી તથા સ્ટાફ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળા ના પ્રમુખ શ્રી કરશનભાઈ સોલંકી ના માર્ગદર્શન અને પ્રિન્સિપાલ અલ્પેશભાઈ ગોહિલ ના નેતૃત્વ માં વિશાળ તિરંગા યાત્રા રેલી નું આયોજન કરવા માં આવેલ જેમાં શાળા ના 250 વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા હતા . પ્રાચી શહેર ના માર્ગો ઉપર 3 કિલોમીટર સુધી વિશાળ તિરંગા યાત્રા રેલી સ્વરૂપે નીકળી હતી .સમગ્ર પ્રાચી શહેર માં દેશ ભક્તિ ના નારા સાથે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ની પહેલ ને પગલે હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત સિંહ ના સંરક્ષણ માટે જાગૃતિ આવે એ માટે સિંહ દિવસ ની ઉજવણી પણ શાળા સંકુલ દ્વારા કરવામાં આવી હતી


