હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાસલી શ્રી કૃપાલુ વિનય મંદિર હાઈસ્કૂલ-પ્રાંસલી ખાતે સરસ્વતી સાધના સાયકલ અંતર્ગત યોજના માં ધો 9 મા અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 69 જેટલી કન્યા ઓ ને સાઇકલ અપાઈ હતી. જેમાં શાળાના ટ્રસ્ટી શ્રી વિરાભાઈ ઝાલા તથા પ્રમુખશ્રી ભાવસિંહ ભાઈ ઝાલા શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણ તથા પ્રાંસલી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાજવીરસિંહ ઝાલા તેમજ પ્રાંસલી ગામ પંચાયતના સરપંચશ્રી અક્ષયભાઈ વાળા તેમજ આજુ બાજુ ગામ ના સરપંચો તેમજ વાલીશ્રીઓ એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી


