ઓલપાડ
ઓલપાડ તાલુકાના દિહેણ ગામ મોટું ફળિયું ખાતે રહેતા આકાશભાઈ નગીનભાઈ પટેલના ભાઈ હાર્દિકને ગામમા જ રહેતા દિલીપભાઈ રતનજીભાઈ પટેલની દીકરી હિરલકુમારી સાથે પ્રેમ સંબંધમાં હતા. હાર્દિક પટેલ પ્રેમ લગ્ન કરવા હિરલને ભગાડીને લઈ જવાની અદાવતમાં બુધવારની સાંજે દિલીપ રતનજી પટેલ તથા તેમનો ભાઈ ઉમેશ અને અમિત ખુશાલ પટેલ આ ત્રણે જણ ભેગા મળી ધારિયું અને લાકડીના ફટકા લઈને આકાશ પટેલના ઘરે પહોંચી ગયા હતા.જ્યાં હાજર આકાશની મમ્મીને ધારિયું તથા લાકડીના ફટકા વડે મારમારી લોહી લુહાણ કરી દીધા હતા જયારે હુમલો કરીને ત્રણે ઈસમો ફળીયામાંથી જતી વખતે આકાશના પિતા સામે આવતા તેમને ઉભા રાખી દિલીપ પટેલે છાતી ના ભાગે ધારિયું મારેલું, જયારે અન્ય લોકોએ બંને હાથમાં ફટકા મારી લોહી લુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટવાની ઘટનામાં ઓલપાડ પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.આજ ઘટનામાં ઉમેશભાઈ રાતનજીભાઈ પટેલે પણ સામા પક્ષ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દિહેણ ગામે યુવતી સાથે પ્રેમ લગ્ન કરવા ભગાડીને લઈ જવાની ઘટના બાદ યુવતીના પરિવારજનો ધારિયા જેવા હથિયાર લઈને ધસી આવી યુવકના માતા પિતાને ક્રૂરતા પૂર્વક માર મારી લોહી લુહાણ કરતા લોહીથી નિકળતી હાલતમાં તેમનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતા વિડિઓ જાેઈને ઘટનાને લોકોએ ખુબ ગંભીર ગણાવવા સાથે તળપદા કોળી પટેલ સમાજમાં ચકચાર મચી હતી.ઓલપાડ તાલુકાના તળપદા કોળી પટેલ સમાજના પરિવારની યુવતીને ગામના યુવક સાથે પ્રેમ સબંધ હોય, પ્રેમ લગ્ન કરવા યુવતીને ભગાડીને લઈ જવાની વાતે, યુવતીના પરિવારજનોએ અદાવત રાખી ધારિયા અને લાકડીના ફટકા લઈને યુવકના ઘરે જઈ માતા પિતા પર જીવલેણ હુમલો કરી લોહીલુહાણ કરી માર મારવાની ઘટનાએ પોલીસે બંને પક્ષે ફરિયાદ લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


