Gujarat

પ્રેમી યુવકે સંબંધ બાંધ્યા બાદ ગળું દબાવી હત્યા કરી લાશ ખેતરમા ંદાટી દીધી

બોડેલી
ઢેબરપુરાની ૨૦ વર્ષીય રેખા નામની યુવતીના લગ્ન ગત વર્ષે જ કાયાવરોહણ મુકામે પિયુષ નામના યુવક સાથે કર્યા હતા, પણ તે અગાઉ સંખેડા તાલુકામાં આવેલું ઢેબર પુરાને અડીને આવેલા ફાફટ ગામનો ૨૪ વર્ષીય અપરણિત યુવક અલ્પેશ તડવી અને રેખા વચ્ચે ચારેક વર્ષથી ગાઢ પ્રેમ સબંધ હતો. પણ ઘરવાળાએ રેખાના લગ્ન અન્યત્ર કરી દીધા હતા. સાસરીમાં મન ન માનતા થોડાક જ સમયમાં રેખા પોતાના પિયર ઢેબરપુરા પરત આવી ગઈ હતી. ત્યારથી ફરી રેખા અને અલ્પેશનો મેળમિલાપનો સિલસિલો ચાલુ થયો હતો. તે સમય દરમ્યાન અલ્પેશને લાગ્યું, કે રેખાને બીજે ક્યાંક સબંધ છે અને ઘરવાળા તેને ફરી અન્યત્ર પરણાવી દેશે. તેમ સમજી અલ્પેશે પ્રેમિકા રેખા પર ભાગી જવા માટેનુ દબાણ વધારી દીધું હતું, પણ રેખા ભાગી જવા માટે તૈયાર જ ન હતી. ત્યારે અલ્પેશને થયું કે તું મેરી નહિ હો શકતી તો કિસી ઔર કી ભી નહિ હોને દુંગા. તેમ રેખાને તા. ૭ ડિસેમ્બરની સવારે કપાસના ખેતરમાં બોલાવી તેની સાથે શારીરિક સબંધ બાંધી ફરી તેને ભાગી જવા કહ્યું હતું. પણ રેખાએ ઇન્કાર કરતા છેવટે તેનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું. તેવી રીતે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યો હતો. તે વખતે અધ કચરો ખાડો ખોદી રેખાની લાસ જેમતેમ કરી દાટી દીધી હતી. પણ રાતે પાવડો લઈ આવીને મોટો ખાડો કરી લાસને પૂરી દાટી હતી. પણ પાપ છાપરે ચઢીને પોકારે તેમ લાસ બહાર ડોકાવા લાગી અને અલ્પેશનુ કૃત્ય બહાર આવ્યું હતું. ૨૩માં દિવસે તા. ૩૦ના રોજ દાટેલી લાસ પરથી પડદો ઉંચકાયો હતો. બોડેલી પોલીસે અલ્પેશની ફાફટ ગામે ઘરેથી અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામની ૨૦ વર્ષીય પરિણીત યુવતી સાથે બાજુમાં અડીને આવેલા ફાફટ ગામના ૨૪ વર્ષીય યુવકને પ્રેમ સબંધ હોય તેની સાથે ભાગી જવા દબાણ કરતો હતો. પણ પરિણીત યુવતીએ ના પાડતા છેવટે ખેતરમાં બોલાવીને તેની સાથે શારીરિક સબંધ બાંધીને પછી યુવતીનુ ગળું દબાવી ઠંડા કલેજે ર્નિમમ હત્યા કરી હતી. અને ખેતરમાં જ ખાડો ખોદીને લાસને દાટી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *