Gujarat

પ્લેન હાઈજેકમાં મળેલા વળતર પર ટેક્સ લાગે તેવી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ

અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલી મહત્વના અને રસપ્રદ કિસ્સામાં ઇન્કમટેક્સ વિભાગ તરફથી નિવેદન કરવામાં આવ્યું છે કે, વળતર તરીકે મળેલ રકમ પર ટેક્સ લાગુ કરી શકાય કે નહીં? તે અંગે વિભાગ આગામી ૩ સપ્તાહમાં ર્નિણય લેશે. પ્રસ્તુત કિસ્સામાં વર્ષ ૧૯૮૬ દરમિયાન મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલા વિમાનને આતંકીઓ દ્વારા હાઈજેક કરી લેવામાં આવ્યું હતું. આ ઘટનામાં અરજદારના પત્નીનું આતંકીઓના હાથે મોત થયું હતું. જે બાદ તેમને વળતર તરીકે મોટી રકમ મળી હતી. અરજદાર તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે, ‘તેમને ૩ તબક્કા ૨૦ કરોડ જેટલી વળતરની રકમ મળી છે. વર્ષ ૧૯૮૬માં ફ્લાઇટને આતંકીઓએ હાઇજેક લેતા કરાંચી ખાતે ઉતરાણની ફરજ પડી હતી. વર્ષ ૨૦૧૬માં આ ઘટનાને લઈને હિન્દી ફિલ્મ ‘નીરજા’ પણ બની હતી. ઘટનામાં અરજદારના પત્ની સહિત કેટલાક નિર્દોષ મુસાફરોના આતંકીઓના હાથે મૃત્યુ થયું હતું. લિબીયામાં તે સમયે ગદ્દાફી શાસક હતો અને હાઇજેકની જવાબદારી લઇ પીડિતોને મોટી રકમ આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કોલંબિયાની કોર્ટે વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો. અરજદારે આ વળતર તરીકે મળેલ રકમ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ની આવકમાં દર્શાવી નહોતી. તેથી તેમને ઇન્કમટેક્સે નોટિસ પાઠવી હતી.આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ પત્નીના પતિને મળેલ વળતરની રકમ ‘કરપાત્ર આવક’ ગણી શકાય કે કેમ ? આ પ્રકારનો એક કિસ્સો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. અરજદાર પતિએ આવક વિભાગ તરફથી મળેલી નોટિસને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારી છે. જેમના પત્નીનું ૧૯૮૬માં મુંબઇ-ન્યૂયોર્ક જતી પેન અમેરિકન વર્લ્‌ડ એરવેઝ ફ્લાઇટમાં આતંકીઓના હાથે મોત થયું હતું. જ્યાં ઘટના બાદ અરજદાર પતિને વળતર તરીકે રૂ. ૨૦ કરોડની રકમ મળી હતી. જેના પર ટેક્સ વસુલવાની આઈટી વિભાગે નોટિસ પાઠવી હતી.

Gujarat-High-Court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *