Gujarat

ફરી એકવાર લખપતમાંથી ૮ બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા

ભુજ
પાડોશી દેશ પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છમાં લખપત, અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં ચરસના પેકેટ સમયાંતરે મળી રહ્યા છે. સલામતી દળોને બિનવારસી હાલતમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો સતત યથાવત રહેવા પામ્યો છે. જાે કે લગાતાર મળી રહેલા ચરસના પેકેટ બાદ પણ તેના સૂત્રધારો વિશે કોઈ ચિહ્નો હાથ લાગી રહ્યા નથી. અલબત્ત દોઢ માસ પૂર્વે સલામતી દળોના હાથે દરિયામાં પાક. બોટ સાથે ઝડપાયેલા ૯ ઘુશળખોર પાસેથી ભારી માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ બિનવારસી મળતા આ પેકેટ મામલે કોઇ સૂત્રધાર હાથ લાગ્યા નથી.દેશના સરહદી કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થ મળી રહ્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. લખપત તાલુકાના ગુનાઉ નજીકના દરિયાઈ ક્રિક વિસ્તારમાં આવેલા ઇબ્રાહિમ પીર બેટ પરથી નેવી અને કચ્છ બીએસએફને સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ ૮ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો બિનવારસી હાલતમાં મળી આવતાં આ વિસ્તારમાં સલામતી દળ દ્વારા વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જાે કે માદક પદાર્થને હસ્તગત કરી નારાયણ સરોવર પોલીસ વિભાગને સોંપવામાં આવશે.

8-unclaimed-packets-of-charas-found.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *