Gujarat

ફાઈનલ રિપોર્ટ હાઈકમાન્ડને સોંપવાનો બાકી ઃ ખોડલધામના પ્રવક્તા

રાજકોટ
હાલ ખોડલધામમાં નરેશ પટેલના રાજકારણમાં જાેડાવા અંગે વિરોધાભાસી નિવેદનોથી ભારે ચર્ચાઓ શરૂ થઇ છે.કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રમેશભાઇ ટીલાળાએ આપેલ નિવેદનએ તેમનું અંગત નિવેદન છે. સર્વેનો રિપોર્ટ હજુ આવ્યો નથી રિપોર્ટ હાઇકમાન્ડને આપવામાં આવશે. હજુ સુધી સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. રમેશ ટીલાળાએ નરેશ પટેલના અંગત વ્યક્તિઓમાં એક વ્યક્તિ છે અને તેઓ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે ત્યારે રમેશ ટીલાળાના નિવેદનને પ્રવક્તા એ અંગત નિવેદન ગણાવ્યું છે ખરા પરંતુ તેના નિવેદનને નકારી શકાતું નથી. આ મતમતાંતર બાદ ખોડલધામના સર્વેમાં શું સામે આવે તેના પર સૌ કોઇની નજર છે.લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલધામ ટ્રસ્ટમાં ફરી એક વખત આંતરિક વિવાદ સામે આવ્યો છે. સરવે અનુસાર નરેશ પટેલે રાજકારણમાં ન જાેડાવું જાેઇએ. જયારે આજે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, રમેશ ટીલાળાનું સર્વે અંગેનું નિવેદન વ્યક્તિગત છે. ફાઇનલ રિપોર્ટ હાઇકમાન્ડને સોંપવાનો બાકી છે. ઉલ્લખનીય છે કે સર્વેનો રિપોર્ટ આવે તે પહેલા જ ખોડલધામમાં મતમતાંતર જાેવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *