લાઇફ સ્ટાઇલ ડિસઓર્ડર જેમ કે સતત વજન વધતું હોય, ફેટી લીવર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, પાચનની સમસ્યા હોય, આવી તમામ સમસ્યાઓ માટે લિવર અવેરનેસ મન્થ અંતર્ગત આગામી તા.૨૦થી ૨૨ ઓકટોબર, સવારે ૯થી ૧૨ અને સાંજે ૪થી ૬ દરમિયાન ઓ.પી.ડી. રૂમ નં.૧૪, આઈ.ટી.આર.એ. આયુર્વેદ હોસ્પીટલ, રિલાયન્સ મોલની સામે, જામનગર ખાતે રાહત દરે પંચકર્મ પદ્ધતિથી નિદાન અને સારવાર કરવામાં આવશે. આ આરોગ્ય શિબિરનો જામનગરની જાહેર જનતાને લાભ લેવા માગે આર.એમ.ઓ. શ્રી ડૉ. જોયલ પટેલ, આઇ.ટી.આર.એ. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
