Gujarat

બનાસકાંઠા એલસીબી પોલીસે વિદેશી દારૂની બોટલો લઇ જતી કારને ઝડપીને ૪.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલી ઇકો ગાડી બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડી છે. જેમાં એલસીબી પોલીસે ગાડીમાંથી બીયરની બોટલ ૧ હજાર ૩૨૧ જેટલી જપ્ત કરી, બે ઇસમોને પકડી પાડી કુલ ૪ લાખ ૧૫ હજાર ૧૫૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પોલીસ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ખાનપુર ગામ નજીકથી ઇકો ગાડી દારૂ ભરીને હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે ઇકો ગાડીની વોચ રાખતા એક શંકાસ્પદ ઇકો ગાડી નંબર (જીજે ૨૭ એએચ ૦૪૩૧) રોકી તપાસ કરી હતી. જે ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની બોટલ ૧ હજાર ૩૨૧ મળી આવી હતી. ઇકો ગાડી સહિત કુલ ૪ લાખ ૧૫ હજાર ૧૫૦નો મુદ્દામાલ પકડી પાડી આરોપી સુરેશ ગણેશભાઇ વજીર તથા સંધા ગણેશભાઇ વજીર બન્ને રહે ખાનપુર તા.થરાદવાળાઓ વિરુદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *