*યાત્રાધામ અંબાજી મંદિર ખાતે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના આત્માઓને પ્રાર્થના સભા યોજી શ્રદ્ધાંજલિ પાઠવી*
બનાસકાંઠા જિલ્લાની વિવિધ વિભાગની કચેરીઓ ખાતે પાર્થના સભા યોજી મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોની આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગુજરાતના મોરબીમા ઝુલતો પુલ તૂટવાની ઘટનાના પગલે સમગ્ર ગુજરાત શોકમગ્ન જોવા મળી રહ્યું છે મોરબીમાં બનેલી દુઃખદ ઘટનાના પગલે ગુજરાત ભરમાં શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ અને શોક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે ૨ તારીખને રાજ્ય વાપી શોક દિવસ જાહેર કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા ની વિવિધ વિભાગની કચેરીઓ ખાતે પણ શોક સભાઓ યોજાઈ હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી
મૃત્યુ પામેલ લોકોની આત્માને શાંતિ મળે તે હેતુથી પ્રાર્થના કરવામાં આવી હતી અને ઘટના માં ઈજા પામેલ ઇજાગ્રસ્તોને માં અંબા જલ્દી સ્વસ્થ કરે આવી દુઃખની ઘડીમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારને દુઃખ સહન કરવાની માં અંબા શક્તિ આપે તેવી માં અંબાના ચરણોમાં પ્રાર્થના સાથે અંબાજી મંદિરમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૨ મિનિટનું મૌન ધારણ કરી મૃત્યુ પામેલ લોકોની આત્માને શાંતિ મળે ઇજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી …
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


