પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં બાઇક ચોરીના બનાવ વધ્યા છે. જેને લઇ આવા ચોરોને દબોચી લેવા એક અલગથી ટીમ બનાવવામા આવેલી હતી. બનાસકાંઠા એલસીબીએ સિદ્ધરાજ ઠાકોરની ધડપકડ કરી હતી. તેની પાસેથી પૂછપરછમાં તેણે માત્ર બનાસકાંઠા જિલ્લામા નહીં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ અને ગાંધીનગર જિલ્લા સુધી ઘણા બાધા બાઈકો ન ચોરી કરેલી છે. હાલમાં ૧૩ જેટલાં બાઈકો રિકવરી કરવામાં આવ્યા છે.બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે એક બાઈક ચોરને ઝડપી પાડયો .છે એલસીબી પોલીસને બાતમી આધારે થરાદ દિયોદર ત્રણ રસ્તા પાસેથી સિદ્ધરાજ ઠાકોર નામના ચોરને ઝડપી પાડી પૂછપરછ દરમિયાન તેણે બનાસકાંઠા જિલ્લા સહિત ગાંધીનગર મહેસાણા કચ્છ અને પાટણ જિલ્લામાંથી બાઇકની ઉઠાંતરી કરી અન્ય જિલ્લામાં સસ્તા ભાવે વેચતો હોવાની કબુલાત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં બાઇક ચોરીના વધતા બનાવને લઇ પોલીસવડાએ એક અલગથી ટીમ બનાવવામાં આવી હતી. બનાસકાંઠા એલસીબી પોલીસે કાંકરેજ તાલુકાના ઉણ ગામના સિદ્ધરાજ ઠાકોરને થરાદ દિયોદર ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે. ચોરની પૂછપરછ કરતા તેણે બનાસકાંઠા સહિત પાટણ-મહેસાણા કચ્છને ગાંધીનગર જિલ્લા સુધી ઘણા બાઈકોની ચોરી કર્યાની કબુલાત કરી હતી. એલસીબી પોલીસે ૧૩ જેટલા બાઈકો રિકવર કર્યા છે. જાેકેસ સિદ્ધરાજ બાઇકો ચોરી કરી બીજા એક-બે જિલ્લાથી દુર ઓછા પૈસામાં વહેંચી દેતો હતો. જાેકે, પોલીસે ૧૩ બાઇક જપ્ત કર્યાં છે. જેની અંદાજે કિંમત ૩ લાખ ૫૦ હજાર થાય છે.


