સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
લોગ કહતે હૈ કિ લગતાં હૈ કોઈ બડે લોગ આનેવાલે હે. સાવરકુંડલા હાથસણી રોડના ખોડિયાર ચોક પાસે અડધો ખાડો પણ રિકાર્પેટ થયો..!!તો વળી ગૌશાળાના ઢાળ પાસે ઘણા સમયથી કનડતો ખાડો પણ આજે રીપેરીંગ થતાં જોવા મળેલ. આમ તો આ યોગાનુયોગ છે કે પછી મહાનુભાવોના સ્વાગતની તૈયારી એ તો રામ જાણે..!! પરંતુ હકીકત એ છે કે હાથસણી રોડનાં આ ખાડાં પણ બુરાય એ શહેર માટે તો ખરેખર સારી વાત જ ગણાય.. લોકો તો એમ ઈચ્છે છે કે હવે કોઈને કોઈ મહાનુભાવ યેનકેન પ્રકારે પણ સાવરકુંડલા શહેરમાં પધારે તો આવા ખાડાખડબચચિયા લગભગ બુરાય જાય.. જો કે તંત્ર પણ હવે સતર્ક છે.એટલે લાગે છે કે રામરાજ્યનાં દિવસો હવે ખૂબ ઢુકડાં છે..

