Gujarat

બિનઅધિકૃત વનસ્પતિ જન્ય લીલા તથા સુકા ગાંજાનો જથ્થો ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ એન.ડી.પી.એસ, એકટ હેઠળની કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.પી.મેવાડા  પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. છોટાઉદેપુર નાઓએ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે, વીજળી ગામે, નિશાળ ફળીયામાં રહેતા નેવજીભાઇ ચીતલાભાઇ રાઠવા નાઓએ પોતાના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાન પાછળના વાડા(ખેતર)માં બીન અધિકૃત વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે. જે હકીકત  પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા નાઓને જાણ કરતા તેઓ સુચના અને માર્ગદર્શન આધારે કે.એ.ડાભી પોલીસ ઇન્સપેક્ટર છોટાઉદેપુર સર્કલ છોટાઉદેપુર નાઓઓ તથા સરકારી પંચો તથા એફ.એસ.એલ. અધિકારી તથા તલાટી કમ મંત્રી તથા ફોટોગ્રાફર તથા વજનકાંટા વાળાને બોલાવી તેઓને તમામને સાથે રાખી નેવજીભાઇ ઉર્ફે દશરથ ચીતલાભાઇ રાઠવા ઉ.વ. ૪૦ ધંધો ખેતી રહે,વીજળી ગામ નીશાળ ફળીયા તા કવાંટ જી છોટાઉદેપુર ના ઘરે રેઇડ કરતા પોતે હાજર મળી આવેલ તેઓના કબ્જા ભોગવટાના વાડા(ખેતર)માં તપાસ કરતા શેઢા પર એક લાઇન વાવેતર કરેલ હોય જેની અંદર વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૭ મળી આવેલ જેનું કુલ વજન ૮.૬૮ કિ.ગ્રામ, કિ.રૂા. ૮૬,૮૦૦/- નો મળી આવતા મુદ્દામાલ કબજે કરી તેઓના વિરૂધ્ધમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (1985)ની કલમ 8-B, 20 (A) (I) મુજબનો ગુનો પાનવડ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220603-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *