Gujarat

બિરસા ગ્રુપ છોટાઉદેપુર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ..

બિરસા ગ્રુપ ની શરૂઆત બાદ  મમ્મા માર્ગરેટ ઓકિઆના સ્કુલ પીપલેજ ખાતે  આજે પહેલીવાર રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું,  છોટાઉદેપુર જિલ્લામાં સિકલસેલ,એએનસી બહેનો તથા આકસ્મિક બનાવો વખતે રક્ત ની ખુબ જરુરીયાતો ઉભી થતી હોય છે, જિલ્લા માં એક માત્ર બોડેલી ખાતે જ બ્લડ સ્ટોરેજ હોય જેથી આવા સમયે તાત્કાલિક જરૂર હોય તેવા સમયે બ્લડ મેળવવા માટે ડોનરો શોધવા માટે મથામણ કરવી પડતી હોય છે અને રક્તદાતા ને પણ બોડેલી કાં તો વડોદરા ખાતે રક્તદાન કરવા દોડવું પડે છે, સમય પર રક્તદાતા ન મળવાને કારણે કેટલાક કિસ્સાઓમાં દર્દીનો જીવ ગુમાવવા જેવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી હોય, જેથી રક્તદાન શિબિર દ્વારા એકત્ર કરાયેલું બ્લડ સમય પર બ્લડ સ્ટોરેજ પર થી છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં થી બે વ્યક્તિઓ નક્કી કરવામાં આવેલ છે નક્કી કરવામાં આવેલ સંકલન કર્તા દ્વારા એક ફોન કોલ દ્વારા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને તેઓની ઉપર એક જિલ્લા સ્તરિય સમિતિ દ્વારા એક એક રક્ત યુનિટ નું મોનિટરીંગ કરવામાં આવશે તેમ  બિરસા ગ્રુપ ના સદસ્ય સંદીપ રાઠવા એ જણાવ્યું હતું તેમજ બિરસા ગ્રુપ દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર રચનાત્મક પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી, જ્યારે રક્તદાન શિબિર નું ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડિનેટર વાલસિંહભાઇ રાઠવા એ સામાજિક રચનાત્મક પ્રવૃત્તિઓ માટે બનાવવામાં આવેલ બિરસા ગ્રુપ માં સૌને જોડીએ તેમજ સમાજ માં ઘણી બાબતો માં બદલાવ જરૂરી છે તે સૌ યુવાઓના સહિયારા પ્રયાસો થી શક્ય છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે  ૧૦૦ થી વધુ રક્તદાતા ઓ તથા મમ્મા માર્ગરેટ ઓકિઆના સ્કુલ પીપલેજ નાં ટ્રસ્ટી શંકરભાઇ રાઠવા, સ્કુલ ના પ્રિન્સિપાલ સરીતાબેન ઓહરીયા ઉપરાંત બિરસા ગ્રુપ નાં મનોજભાઈ રાઠવા, વિઠ્ઠલભાઈ રાઠવા,ગુરજીભાઇ રાઠવા, મહેન્દ્રભાઈ રાઠવા તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપરાંત કાન્તાબેન ભાયાભાઈ રાઠવા, મુકેશભાઈ રાઠવા સહિતના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
 યોજાયેલી રક્તદાન શિબિર માં ૧૦૦ થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220501-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *