વલસાડ
વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ રૂરલ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ એસ બી ઝાલા અને એએસઆ ચંદુભાઈ સુરપાલસિંહ અને એચસી દીનેશભાઈ અને રૂરલ પોલીસના જવાનો હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે ટ્રક ન. જીજે-૨૭-્્-૬૨૧૯ અને જીજે-૨૭-્્-૫૨૧૯માં બિલ વગર ગેરકાયદેસર રીતે લોખડનો ભંગાર લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે નંદાવલા પાસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમી વાળી બંને ટ્રક આવતા પોલીસ જવાનોએ બંને ટ્રકને અટકાવી ચેક કરતા બંને ટ્રકમાંથી સેંટિંગમાં વપરાતી લોખડની એંગલ, લોખંડ સળિયા મળી કુલ ૧૯,૧૫૦ કિલો લોખડનો ભંગાર મળી આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે ટ્રક ચાલક જયેશ ડાહ્યાભાઈ પટણી અને નીતિન કિરણભાઈ પટણીની અટકાયત કરી હતી. બંને ટ્રક ચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા પારડી રેલવે બ્રિજની કામગીરીમાં વપરાયેલ સેંટિંગમાં વપરાયેલ સ્કેપ ભરી અમદાવાદ તરફ લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. બંને ટ્રક ચાલકો પાસેથી બિલ કે અન્ય પુરાવા ન મળતા બંને ટ્રક ચાલકની અટકાયત કરી લોખંડનો સ્કેપ અને ટ્રક મળી કુલ ૧૯.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ૪૧(૧)ડી મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસ મથકે ૪૧(૧) ડી મુજબ નોંધ કરી બંને ટ્રક ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ તરફ જતી ૨ ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાંથી ૧૯,૧૫૦ કિલો લોખંડની પ્લેટ અને લોખંડના સળિયાનો મુદ્દામાલ ભરીને બિલ વગર અમદાવાદ તરફ લઈ જઈ રહ્યો હતો. વલસાડ રૂરલ પોલીસના જવાનો ઝડપી પાડ્યો હતો. ટ્રક ચાલક પાસેથી બીલ કે અન્ય આધારભૂત પુરાવા ન આપતા ૯.૬૨ લાખનો લોખંડનો જથ્થો અને બંને ટ્રક મળી કુલ ૧૯.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
