બી.ઇ એસ યુનિયન હાઈસ્કૂલ ખાતે ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા બાળકોના સર્વાંગી કૌશલ્ય વિકાસ અર્થે વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે.
જે અંતર્ગત જુનાભરૂચમાં આવેલ બી.ઇ એસ યુનિયન હાઈસ્કૂલ ખાતે ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવાં આવ્યું હતું.જેમાં ભરૂચનું ગૌરવ ક.માં મુન્શી અને મારા સ્વપ્નનું ભરૂચ જેવા વિષયો રાખવામાં આવ્યા હતા.
ભરૂચ બી.ઇ.એસ યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલ નિબંધ સ્પર્ધામાં ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારની સ્કૂલોએ ભાગ લીધો હતો, જેમાં 25 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપના હોદ્દેદાર કિરણ જોશી, ધર્મેશ સીકલીગર, જનક સોની, ફહમી મોતીવાળા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

