Gujarat

બીરસા એજ્યુકેશન છોટાઉદેપુર દ્વારા પ્રથમ ત્રિદિવસીય યુવા શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું .

 છોટાઉદેપુર જિલ્લા ની મમ્મા માર્ગરેટ ઓકિઆના સ્કુલ પીપલેજ ખાતે તારીખ ૨૬મેથી ૨૮ મે ત્રીદિવસીય યુવા તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતુ , આ શિબિરમાં સમાજમાં  શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને વૈચારિક  રીતે જાગ્રુતતા આવે તે બાબતે સમાજના વડીલો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું.
ત્રણ દિવસ સુધી રાખવામાં આવેલ શિબિર નું આજરોજ યુવા સંમેલન યોજીને સમાપન કાર્યક્રમ યોજાયો હતો. સમાપન કાર્યક્રમ પહેલાં છોટાઉદેપુર નગર નાં મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે ફરી મમ્મા માર્ગરેટ ઓકિઆના સ્કુલ પીપલેજ ખાતે સભા માં ફેરવાઇ હતી, જ્યાં સમાજ ના આગેવાનો દ્વારા સમાજ માં પ્રવર્તતી અનેકવિધ સમસ્યાઓ બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220529-155616_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *