Gujarat

બુલેટ ટ્રેનની સાઇટ પર ચોરીના મામલે, ભરૂચ પોલીસ દ્વારા વધુ ૧ શખ્સની ધરપકડ

ભરૂચ
બુલેટ ટ્રેનની સાઇટ પર કોઈ દિવસ ચોરીની ઘટના વિષે જાણવામાં આવ્યું નથી પણ આવી જ એક ઘટના ભરૂચ જિલામાં આવી છે ભરૂચ તાલુકાના મનુબર ગામથી કંથારીયા ગામ જવાના માર્ગ ઉપર અમદાવાદથી મુંબઈ સુધીના ચાલતા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ પરથી સ્પ્લેન્ડર જેક અને ટી.એમ.ટી સળિયા સહિતના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન એલસીબી પોલીસે અગાઉ કાર સાથે બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. જેના બાદ પોલીસે ભરૂચના શેરપુરા બસ સ્ટેન્ડ સામે આવેલ ચિસ્તીયા ટાઉનશિપમાંથી સઅદ ઉર્ફે સાદ લૂકમાન પટેલને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે એક મોબાઈલ ફોન મળી રૂ. ૨ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી એલસીબી પોલીસને તપાસ સોપવામાં આવી હતી. જેમાં અગાઉ બે શખ્સ ઝડપાયા બાદ વધુ એકની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *