સુરત
અડાજણ હનીપાર્ક રોડ ગાર્ડન વ્યુ કોમ્પ્લેક્ષમાં રહેતા પંકજભાઈ નટવરલાલ વૈધ ઉધના દરવાજા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલ ડાયનામીક સોફ્ટ લીન્ક પ્રા.લી નામની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. પંકજભાઈની પેઢીમાં ગત તા ૮ માર્ચ ૨૦૧૮ થી ૪ જુલાઈ ૨૦૧૯ દરમ્યાન બંગ્લોરના બાગલકોટ રબકાવી લક્ષ્મી સ્ટ્રીટ કામલી બજાર ખાતે આવેલ પદમશ્રી સારીસના માલીક પ્રસન્ના હજારે , પ્રદિપ હજારે અને પ્રવિણ હજારેએ સાડીઓ ઉપર મોડલીંગ કરાવી તેના કેટલોગ બનાવ્યા હતા. નક્કી કરેલ સમયમાં હજારે બંધુઓએ પેમેન્ટ નહી આપતા પંકજભાઈ દ્વારા ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ એકાએક ઉશ્કેરાઈને ‘પેમેન્ટ માટે ફોન કરવો નહી અને ઉઘરાણી કરવા માટે બેંગ્લોર આવવુ નહી, નહી તો જીવતા પાછા જવા દઈશુ નહી’ તેવી ધમકી આપી પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે પંકજભાઈની ફરિયાદ લઈ હજારે બંધુઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.ઉધના દરવાજા પાસે એમ્પાયર બિલ્ડિંગમાં આવેલ ડાયનામીક સોફ્ટ લીન્ક પ્રા.લી પેઢી સાથે બેંગ્લોરના હજારે બંધુઓએ ૪૫ લાખની ઠગાઈ કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. બેંગ્લોરના ત્રણ હજારે બંધુઓએ કંપનીમાં સાડીઓ પર મોડલિંગના કેટલોગ બનાવ્યા હતા જાેકે મોટી રકમ થયા બાદ પણ એકાઉન્ટન્ટને પૈસા નહિ ચુકવતા આખરે એકાઉંટને પૈસાની માંગણી કરી હતી. જેથી ત્રણેય હજારે બંધુઓએ પૈસા ચૂકવવાના બદલે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમાં આખરે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ બંધુઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
