Gujarat

બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત ગુલાબનગર વિસ્તારમાં જાગૃતિ રેલી તથા કીશોરીમેળાનું આયોજન કરાયું

૮૦ જેટલી દિકરીઓને વિવિધ યોજનાઓથી માહિતગાર કરી હાઈજીન કિટ

અર્પણ કરાઈ

 

જામનગર તા.૧૫ એપ્રિલ, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર તથા જામનગર મહાનગરપાલિકાની આઈ.સી.ડી.એસ. શાખાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાઓ, બેટી પઢાઓયોજના અંતર્ગત ગુલાબનગર વિસ્તારમાં એક જાગૃતિ રેલી તથા કીશોરીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બેટી બચાઓ,બેટી પઢાઓની થીમ પર રંગોળી અને મહેંદી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.સમાજમાં દીકરી પ્રત્યે થતાં ભેદભાવો અંગે જાગૃતિ લાવવા અને તેને દુર કરવાના હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી દીકરીઓમાં રહેલા પોતાના વિચારો રજુ કરવાનો હેતુ પણ હતો જેમાં ૮૦ જેટલી દિકરીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે અંગત સ્વચ્છતા,પોષણ વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા હતા.તથા કિશોરીઓને હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સોનલબેન વર્ણાગર,બાળ વિકાસ યોજના અધિકારીશ્રી હર્ષાબેન જેઠવા,મહિલા શક્તિ કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારી રૂકશાદ ગજણ,પૂર્ણા કન્સલ્ટન્ટ બંસીબેન ખોડીયાર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સામાજિક કાર્યકર હેતલબેન ડોડીયા તેમજ વિસ્તારના આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.

૦૦૦૦૦૦

વિરેન્દ્રસિંહ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *