Gujarat

બોગસ ચૂંટણીકાર્ડ બનાવી જૂની બાઈક પાસિંગ કરાવનાર વાહનદલાલ ઝડપાયો

સુરત
રાજ્યમાં અલગ અલગ શહેરોમાંથી ૧૫ વર્ષ જૂની ૮ સેકન્ડ હેન્ડ બાઇકો ખરીદી લાવી સુરત સીટીના એડ્રેસ પર પાર્સીગ થતી ન હોય, જેના કારણે વાહન દલાલે બોગસ ચૂંટણી કાર્ડ ઓલપાડનું બનાવી સુરત આરટીઓમાંથી ૮ બાઇકો પાર્સીગ કરાવી હતી. વાહનદલાલનું આ કૌભાંડ એસઓજીએ પર્દાફાશ કર્યુ છે. ફોનના વેપારી મયુર ફાળકીયાએ ફરિયાદના આધારે અડાજણ પોલીસે વાહનદલાલ નિમેષ ગાંધી(રહે,ગોપીપુરા)ની ધરપકડની તજવીજ શરૂ કરી છે. અમરોલી છાપરાભાઠામાં રહેતા અને ફોનનો વેપાર કરતા ૩૭ વર્ષીય મયુર ફાળકીયાએ સસરાની કાર વાપરવા માટે લઈ આવ્યો હતો. કાર વડોદરા પાર્સીગની હતી. સુરતના સરનામે કાર પાર્સીગ થતી ન હતી. આથી વેપારી ઓલપાડ-સાયણ રોડ પર અટોદરા ચોકડી પાસે સ્વર્ગ રેસીડન્સીના એડ્રેસ પર કાર પાર્સીગ કરાવી હતી. જે મકાન વેપારીના માતા-પિતાએ ખરીદી કર્યુ હતું. કારની આરસી બુકનો ફોન પર મેસેજ આવ્યો હતો. આથી વેપારી ટ્રેકિંગ નંબર ચેક કરતા આરસી બુક ઓલપાડના એડ્રેસ ડીલીવરી થઈ હતી. વેપારીએ ભાડુઆતને પૂછતાં આરસી બુક ન આવી હોવાનું જાણવા મળ્યું હતું. વેપારી અટોદરા પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયા હતા. જયા કર્મચારીને પૂછતાં તેણે આરસી બુક નિમેષભાઈ લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. વેપારીએ નિમેષભાઈ કોણ છે કયા રહે છે એવુ પૂછતાં કર્મચારીએ કહ્યું કે તે અવાર નવાર આ સરનામે આરસી બુક આવતી હોય અને નિમેષભાઈ જાતે આવીને લઈ જાય છે. આથી વાહન દલાલનું સંપૂર્ણ કૌભાંડ બહાર આવ્યું હતું. નિમેષ ગાંધીએ ગાંધીનગર, વડોદરા, ઉચ્છલ, નવસારી, જુનાગઢ અને અમદાવાદમાંથી સેકન્ડમાં ૮ યામાહા ખરીદી કરી હતી. પછી તે યામાહાને કલર અને મોડી ફાઇ કરી ઊંચી કિંમતે વેચી દેતો હતો. હાલમાં તમામ બાઇકો મોડી ફાઇ કરીને વેચી દીધી છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *