Gujarat

બોટાદના શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક અને યુવા કવિ – લેખકની “અતુલ્ય વારસો આઈડન્ટી એવોર્ડ -2022 માટે પસંદગી”

બરવાળા તાલુકાના ખાંભડા ગામના વતની અને સમગ્ર ગુજરાતભરમાં શ્રેષ્ઠ એન્કર અને સર્જક તેમજ અનેક એવોર્ડ્સ થકી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામના મેળવેલ શ્રી પ્રવીણભાઈ ખાચરની અતુલ્ય વારસો આઈડન્ટી એવોર્ડ -2022 તરીકે પસંદગી કરવામાં આવી છે..
     આગામી  25 ડિસેમ્બરે ગાંધીનગર મુકામે ભવ્ય ફંકશનમાં આ જાજરમાન એવોર્ડ થકી શ્રી પ્રવીણભાઈને સન્માનિત કરવામાં આવશે… સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું અને શિક્ષક સમાજનું ગૌરવ બનેલા આ બહુમૂખી પ્રતિભાના ધની એવા પ્રવીણભાઈ કવિ,લેખક,કોલમિષ્ટ, શ્રેષ્ઠ એન્કર મોટીવેશનલ સ્પીકર ઈનોવેટિવ શિક્ષક તરીકે ખૂબ નામના મેળવી છે… શ્રેષ્ઠ શિક્ષક સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રવીણભાઈ ખરા અર્થમાં સમગ્ર બોટાદ જિલ્લાનું અણમોલ રત્ન બની રહ્યાં છે.

 

On Tue, Nov 22, 2022, 21:10 kanubhai d khachar <kanubhai.khachar777@gmail.com> wrote:
શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત  શ્રીબાલુડા ઘનશ્યામમહારાજનો ૧૮મો દિવ્ય પાટોત્સવ પરમ પૂજય સદ્ગુરુ શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી(પુજ્ય ગુરુજી)ની પ્રેરણા અને શુભ આશીર્વાદથી તારીખ 21-11-2022 સોમવારના રોજ
અતિદિવ્યતા પૂર્વક ઉજવ્યો.શ્રી લોયાધામના આજુ બાજુ ગામના ભક્તો આ પ્રસંગનો લાભ પ્રાપ્ત કરવા માટે ઉમટી પડ્યા.પ્રાત:કાળે  શ્રીબાલુડા ઘનશ્યામમહારાજનો દિવ્ય અભિષેક અને બપોરે ૧૨ કલાકે અન્નકૂટ આરતીના દર્શન કરીને સૌ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી.
આ પ્રસંગેને અનુલક્ષીને પૂજ્ય સંતોએ સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી કૃત .” વળી વખાણું લીલા લોયા ગામની, સુણતાં શ્રવણે પાતક પ્રલય થાય જો.”  આ ભગવાન સ્વામિનારાયણની લીલા સભર  કીર્તન પર શ્રીલોયાધામની લીલાચરિત્રકથાનું ભક્તોને રસપાન કરાવ્યું હતું.
પૂજ્ય સંતોએ જણાવ્યું હતું કે ભગવાનના ચરિત્રો  ભવસાગર તરવા માટેનું જહાજ છે.  શ્રીલોયાધામના ચરિત્રોનું શ્રવણકરીને સૌ ભક્તો ખુબ જ આનંદિત પામ્યા હતા.
અહેવાલ કનુભાઈ ડી ખાચર

IMG-20221210-WA0281.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *