તંત્ર દ્વારા આના પર કાર્યવાહી કેમ નથી થતી આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ હવે છોડવી રહી જ્યારે જ્યારે પણ મોટી તીવ્રતાના આંચકા આવે તે બાદ તંત્રવાહકો થોડા સમય માટે બહુમાળી ઈમારતોની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી બધું ભૂલી જતા હોય છે, ત્યારે તંત્ર વાહકોએ આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ છોડી સજાગતા દેખાડવી પડશે.
બોડેલી અલી ખેરવા વિસ્તારમાં આવેલી સુખી કોલોની મા સિંચાઈ વિભાગ કચેરી ની ઓફિસો જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે
બોડેલી અલી ખેરવા વિસ્તારમાં આવેલી સુખી કોલોનીમાં સુખી કોલોની માં સિંચાઈ વિભાગની કચેરીમાં અનેક ઓફિસરો આવેલી છે
જે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે
કલેકટર દ્વારા પણ આ કોલોની ને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે તેમ જાણવા મળ્યું છે પણ અહીંના ઓફિસના કર્મચારીઓને આને ખાલી કરવામાં કોઈ રસ ન હોય તેમ જણાઈ રહ્યું છે
સુખી સિંચાઈ કચેરી ની વાત કરીએ આ કોલોની મા કર્મચારીઓ માટે બનાવાયેલા ક્વાર્ટર્સ પણ લાંબા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ખૂબ જરજરીત હોવા છતાં તેને તોડી પાડવા માટે આરંભાતી પ્રક્રિયા તેના અંજામ સુધી પહોંચતી જ નથી.
મળતી માહિતી મુજબ આ ઓફિસો ખાલી કરવા માટે પણ કલેકટરે સુખી કોલોની માં નોટિસ આપેલી છે પણ ત્યાંના વહીવટી અધિકારીઓ અને આને ખાલી કરવામાં કોઈ રસ દાખવતા નથી
સુખી કોલોનીમાં કેટલી ઈમારત ખંડેર હાલતમાં ભાસી રહી હોય ગેરપ્રવૃત્તિ કરતા તત્ત્વો માટે અહીં મોકળું મેદાન મળી રહ્યું છે. કોઈક દુર્ઘટના બને એ પહેલ સુખી કોલોની ની બહુમાળી ઈમારતો તોડી પાડવા મુદ્દે તંત્રમાં ઈચ્છાશક્તિનો અભાવ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
તંત્ર દ્વારા આના પર કાર્યવાહી કેમ નથી થતી આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ હવે છોડવી રહી જ્યારે જ્યારે પણ મોટી તીવ્રતાના આંચકા આવે તે બાદ તંત્રવાહકો થોડા સમય માટે બહુમાળી ઈમારતોની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી બધું ભૂલી જતા હોય છે, ત્યારે તંત્ર વાહકોએ આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ છોડી સજાગતા દેખાડવી પડશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર