Gujarat

બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે  એસટી બસ ખોટકાતા મુસાફરોને ધક્કા મારવાનો વારો

બોડેલી નગરમાં વારંવાર એસટી બસો બંધ થવાના બનાવો બનતા આવ્યા છે ત્યારે વધુ એક એસટી બસ બંધ થતા મુસાફરોએ ધક્કા મારવાનો બનાવ સામે આવ્યો છે

ગુજરાત એસટી નિગમ ની કેટલીક એસટી બસો નુ યોગ્ય રીપેરીંગ ન થવા ને લીધે છાશવારે અધવચ્ચે ખોટકાતી જોવા મળે છે, ત્યારે બોડેલી ની ટ્રાફિક ની ધમધમતી અલીપુરા ચોકડી પર બોડેલી ડેપો થી વડોદરા તરફ જતી એસટી બસ બંધ પડી હતી. ચાલુ ન થતાં ટ્રાફિક થયો અને છેવટે મુસાફરો અને અન્ય લોકોએ બસ ને ધક્કો મારી ચાલુ કરાવી હતી. શહેરો માં એસટી બસ ની સુવિધા ની તુલના માં ગ્રામ્ય કક્ષાએ એસટી બસો સારી કન્ડીશન માં દોડતી નથી તેનું  ઉદાહરણ જોવા મળ્યું હતું.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221220-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *