તારીખ 10 જુલાઈ 2022 ને રવિવારના રોજ જે બોડેલીમાં 22 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો જેને લઇને બોડેલી તાલુકાના અને ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા અને બોડેલી તાલુકાના અનેક ગામોના મકાનોમાં પાણી ભરાયા હતા અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા આજે બોડેલી તાલુકા ના કડાછલા ગામે પુર ને લીધે અતિવૃષ્ટિ માં અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે ત્યારે જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ નો અભાવ ન રહે તે માટે બોડેલી આર્ટ ઓફ લિવિંગ પરિવાર સતત અસર ગ્રસ્તવિસ્તારમાં સેવા કાર્ય કરી રહ્યું છે અને કડાછલા ગામે 475 જેટલી કીટ આપી સેવા ધર્મ નિભાવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

