શિક્ષણ વિભાગે દરેક શાળાને પોતાની શાળામાં શાળા સ્થાપના દિવસ ઉજવવાનો પરિપત્ર કર્યો છે.જેનો મૂળ હેતુ શાળાના બાળકો ,વાલીઓ અને ગ્રામજનોને પોતાના ગામની શાળાના ઇતિહાસથી અને તેના થયેલા વિકાસથી પરિચિત થાય અને ગૌરવ થાય . શાળામાંથી ભણી ગયેલ અને વિશેષ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવાનું હોય છે.આ કાર્યક્રમ શાળા દ્વારા લોકસહકારથી કરવાનો હોય છે.શિક્ષણ વિભાગના આ જ અભિગમને લઈને આજરોજ બોડેલી કન્યાશાળામાં શાળા સ્થાપના દિવસ ઉજવાયો.શાળાની સ્થાપના પહેલી ઓક્ટોબર ૧૯૭૫ માં થયેલ હતી.ત્યારબાદ શાળાના વિકાસમાં અનેક આચાર્યોએ પોતાનો ફાળો આપેલ હતો .આજ શાળાના ભૂતપૂર્વ સ્વ.આચાર્ય કાંતાબેન પટેલ ના સમયમાં શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો હતો અને તેઓને પોતાને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળેલ હતો.આમ શાળાના આચાર્યો દ્વારા શાળા ઉત્તરોત્તર પ્રગતી કરતી રહી.૨૦૧૪ માં Htat આચાર્ય સંદિપભાઇ જયસ્વાલ આવ્યા ત્યારબાદ તેઓની સખત મહેનતના અંતે આજે અદ્યતન સુવિધા સાથેની નવિન બિલ્ડીંગ તૈયાર થઈ ગયેલ છે.શાળા Cctv કેમેરા , Ro પ્લસ કુલર સાથે પીવાના પાણીની સુવિધા, સાયન્સ લેબ, ફાયર સેફ્ટીની સુવિધા, દરેક વર્ગમાં પૂરતા લાઈટ , પંખા ની વ્યવસ્થા,ગરમ સ્વચ્છ ભોજનની વ્યવસ્થા,પૂરતા ટોયલેટ બ્લોકની સુવિધા, પેવર બ્લોકની સુવિધા, ચિલ્ડ્રન કોર્નર વગેરે જેવી સુવિધાઓથી બોડેલી કન્યાશાળા સજ્જ છે. જેમાં બોડેલી ગામ સહિત આજુબાજુના ગામની વિદ્યાર્થીનીઓ ખાનગી શાળાની જેમ શિક્ષણ મેળવી રહી છે.
આજના કાર્યક્રમમાં
Dpeo સોની સાહેબ , જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ વાસદીયા સાહેબ,જિલ્લા સદસ્ય સંજયભાઈ સાહેબ, સરપંચ કાર્તિકભાઈ , ડે સરપંચ આકાશભાઈ , ગ્રામ પંચાયત સદસ્ય અનવરભાઈ , Tpeo શ્રી જીજ્ઞેશભાઈ સાહેબ, Brc ,બીટ નિરીક્ષક દિનેશભાઇ ,Htat સંઘના પ્રમુખ અરવિંદભાઈ , જિલ્લા શૈક્ષિક મહાસંઘના મંત્રી યોગેન્દ્રભાઈ, જિલ્લા સંઘના મંત્રી રાજુભાઇ વર્મા, તાલુકા સંઘના મંત્રી નિલમબહેન, ઉપપ્રમુખ નિતેશભાઈ,શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અશોકભાઈ, મંત્રી રાકેશભાઈ , બંને તાલુકા/જિલ્લા સંઘના અન્ય હોદ્દેદાર શ્રી ઓ, તાલુકાના ગૃપાચાર્યશ્રીઓ, Crc શ્રીઓ, બોડેલી ગૃપના આચાર્યશ્રી ઓ સહિત તમામ શિક્ષકશ્રીઓ, શાળાના આમંત્રણને માન આપીને પધારેલ આમંત્રિત મહેમાનશ્રીઓ , Smc સભ્યશ્રીઓ , વાલીશ્રીઓ , ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસને જે વિશેષ બનાવ્યો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા આ કાર્યક્રમનો હેતુ અને તેના અભિગમ વિશે માહિતી આપી અને શાળા દ્વારા જે આજનો સુંદર કાર્યક્રમ કર્યો તે બદલ શાળાને અને એસ એમ સી કમિટિને અભિનંદન પાઠવ્યા હતા.
સાથે આવેલ પદાધિકારીગણ દ્વારા પણ શાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને બાળાઓને પ્રોત્સાહિત કરવા ઇનામ પણ જાહેર કર્યા હતા..શાળાના આચાર્ય સંદિપભાઇ જયસ્વાલે આવેલ સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૌ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી કાર્યક્રમને સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો..
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

