Gujarat

બોડેલી કૉલેજની કબડ્ડી (ભાઈઓ)ની ટીમ યુનિ.કક્ષાએ ચેમ્પિયન બની.

બોડેલી. તા. ૧૯, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ,ગોધરા દ્વારા શનિવારે એટલે કે તારીખ ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ ‘વેદાન્ત સાયન્સ કૉલેજ, લુણાવાડા ખાતે કબડ્ડી (ભાઈઓ)ની આંતર્ કોલેજીસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિ.ની વિવિધ કૉલેજોની ૩૬ જેટલી કૉલેજની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધાના અંતે ફાઈનલમાં બોડેલીની શેઠ ટી.સી.કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજની ટીમ અને સરકારી આર્ટ્સ કૉલેજ, ધાનપુર વચ્ચે ખૂબ જ રસાકસી ભરી સ્પર્ધા રહી હતી. પરંતુ, અંતે અત્રેની શેઠ ટી.સી.કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજની ભાઈઓની ટીમ વિજેતા  બની હતી. કૉલેજના આચાર્યશ્રી ડૉ. હસમુખભાઈ એમ.કોરાટ સાહેબ તથા કૉલેજના સમગ્ર સ્ટાફ મિત્રોએ વિજેતા ખેલાડીઓને તથા આ કૉલેજના કર્તવ્યનિષ્ઠ પ્રો. સુમનભાઈ પારસિંગભાઈ રાઠવા સાહેબ કે જેઓ આ કૉલેજના ફિઝીકલ એજ્યુકેશન  વિભાગના પ્રોફેસર અને વડા છે, તેઓને દિલથીઅભિનંદન પાઠવ્યા હતા અને તેઓની તથા તેમની સમગ્ર ટીમની ઉજ્જવળ કારકીર્દિ અંગે શુભેચ્છાઓ પાઠવી છે.
આ કૉલેજ રમત-ગમતની વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું નામ વારંવાર રોશન કરે છે એની પાછળ પ્રો. સુમનભાઈ રાઠવાની કર્તવ્યનિષ્ઠા અને સતત રહેતી કામ કરવા માટેની ઉત્સુકતા જવાબદાર ગણાવી શકાય.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220919-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *