બોડેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનુ આયોજન હાથ ધરાતા જ તંત્ર દ્વારા રસ્તાની સાફ સફાઈ સહિત ઇન્ફાસ્ટકચરનુ કામ કરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
બોડેલી પાસે થી પસાર થતી નર્મદા કેનાલ પર વર્ષો થી ધૂળ ના થળ જામી ગયા હતા. સફાઈ થતી ન હતી. પણ વડા પ્રધાન ના કાર્યક્રમ નુ આયોજન થતાં જ તંત્ર કામે લાગ્યું અને કેનાલ પર રસ્તા ની આજુબાજુ સફાઇ અભિયાન પુર જોશ માં ચાલી રહ્યું છે. કેનાલ ઉતરતા રસ્તા ની આજુબાજુ ઝાડી ઝાંખરા પણ ઉખેડવાનું કામ ચાલી રહ્યું છે.
બોડેલી માં 20 મી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની જાહેર સભા નુ આયોજન હજી સસ્પેન્સ છે. છેલ્લી ઘડીએ તારીખ અને સ્થળ બદલાય તેવા પણ સંજોગો ઊભા થયા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


