Gujarat

   બોડેલી ગોપાલ ટોકીટ પાસેથી પસાર થતો રોડ બિસ્માર હાલતમાં  હાલ ચાલી રહેલી ચોમાસા ની સીઝન માં આ રોડ ની હાલત અત્યંત ખરાબ 

બોડેલી અલીપુરા વિસ્તારમાં રાજ ખેરવા ગામને જોડતો મુખ્ય માર્ગ કે જે બોડેલી ના અલીપુરા વિસ્તારની અનેક સોસાયટીઓ માંથી પસાર થતો માર્ગ છે જે માર્ગ પાછલા પાંચ વર્ષ થી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને હાલ ચાલી રહેલી ચોમાસા ની સીઝન માં આ રોડ ની હાલત અત્યંત ખરાબ થઈ છે
     સોસાયટીમાં રહેતા રહીશો ને પણ આ માર્ગ ઉપર થી જ અવર જવર કરવી પડે છે અને કાદવ કીચડ તેમજ ખાડા ખાબોચિયા નું સામ્રાજ્ય હોઇ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે
   બોડેલીના અલીપુરા વિસ્તારમાંથી ગોપાલ ટોકીઝ પાસેથી પસાર થતો અને રાજ ખેરવા ને જોડતો મુખ્ય માર્ગ ઉપર કાદવ કીચડ તેમજ ખાળા ખાબોચિયાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પાછલા પાંચ વર્ષથી આ માર્ગ અત્યંત બિસ્માર હોવા છતાં તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવતું નથી
 ત્યારે આ વિસ્તારથી પસાર થતા વાહન ચાલકો જોડાઈ રહ્યા છે કે વહેલી તકે આ રસ્તા અને બનાવવામાં આવે જેથી કરીને કોઈને મુશ્કેલીનો સામનો કરવો ન પડે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220824-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *