Gujarat

બોડેલી તાલુકા તલાટી મંડળ દ્વારા  પડતર પ્રશ્નોના નિકાલ માટે બોડેલી સેવા સદન ખાતે બોડેલી મામલતદાર અને TDO ને આપ્યું આવેદનપત્ર   

ગુજરાત  રાજ્ય તલાટી – મંત્રી મહામંડળ દ્વારા સને ૨૦૧૮ થી સતત લેખીત રજુઆત કરવા છતાં સરકારશ્રી દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવેલ ન હોવાથી  આ અગાઉ તારીખ ૦૭/૯/૨૦૨૧ ના રોજ હડતાલનું એલાન કરેલ હતું , પરંતુ એ સમયે સરકારશ્રીએ ટૂંક સમયમાં પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા હડતાલ મોકૂફ રાખેલ. જે બાંહેધરીને ૯ માસ જેટલો સમય થવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહી આવતા ગુજરાત રાજ્ય તલાટી – મંત્રી મહામંડળની તારીખ ૦૯/૦૭/૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સભામાં સર્વાનુમતે થયેલ ઠરાવ મુજબ આગામી તારીખ ૦૨/૦૮/૨૦૨૨ થી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જશે.  તલાટી – કમ – મંત્રી કેડરના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં તારીખ ૦૨/૦૮/૨૦૨૨ થી ગુજરાત રાજયના તમામ તલાટી કમ મંત્રીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા તા ૧૩ / ૮ / ૨૦૨૨ થી ૧૫/૮/૨૦૨૨ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવા સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા આદેશ આપવામાં આવતા  બોડેલી તાલુકાના તલાટી મંત્રીઓએ તાલુકા મહામંત્રી   ની આગેવાનીમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી બોડેલી તથા મામલતદાર શ્રી બોડેલીને આવેદન આપી હડતાલ પર જવાના નિર્ણયની જાણ કરી હતી તેમજ પડતર પ્રશ્નોના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવા તથા માંગણીઓ સરકાર શ્રી સુધી પહોંચાડવા આવેદનપત્ર આપ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220802-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *