Gujarat

બોડેલી તાલુકા ના કોસિન્દ્રા થી ચીખોડ્રા ગામ વચ્ચે હેરણ નદી ઉપર નવનિર્મિત  બ્રીજ નું લોકાર્પણ કરવા આવ્યું

આજ રોજ  સંખેડા વિધાન સભા ના બોડેલી તાલુકા ના કોસિન્દ્રા થી ચીખોડ્રા ગામ વચ્ચે હેરણ નદી ઉપર નવનિર્મિત  બ્રીજ નું લોકાર્પણ કરવા આવ્યું,આ બ્રીજ ઔગેસ્ટ 2019 માં અતિ ભારે વરસાદ ને કારણે તૂટી ગયો હતો,જે બ્રીજ ફરતી મંજૂર કરવા નું કામ આપણાં લોક લાડીલા 108 ના નામે ઓળખાતા આપણા જ ધારાસભ્ય અભેસિંહ તડવી સંગઠન,સંસદ ગીતાબેન રાઠવા ખાસ કરી આપણા જિલ્લા ના પ્રભારી મંત્રી શ્રી નિમીશા બેન ના અતાર્થ પ્રયત્ન થી ફરી જાન્યુઆરી 2020 માં મંજુર કરી ખાતમહુર્ત કર્યું હતું જે આજ રોજ 16-10-2022 ને રવિવારે  રાજ્ય સરકાર ના  આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષા બેન ના હસ્તે લોકાર્પણ કરવા માં આવ્યું હતું આ શુભ પ્રસંગે માન. સાંસદ સભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ માલકા બેન પટેલ,ભાજપા જિલ્લા અને તાલુકાના મહમંત્રીઓ ,ગામના સરપંચ ,કાર્યકર્તાઓ, અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા,જાણે આજે કોઈ ઉત્સવ ઉજવી રહયા હોઈ એ રીતે ના લોકો માં ખુશી જોવા મળી હતી, આ નવીન પુલ બનવાથી બોડેલી અને નસવાડી ના તાલુકાના ગામડાઓ ને લાભ થશે જેમા કોસિન્દ્ર,ચીખોદ્રા,નવાગામ,ભીલવાનીયા, કશીપુરા,ભાખા, કેસરપુરા,દેડકીઆમલી, દમોલી,આ પુલ ની લંબાઈ 192.00 મીટર, આ પુલ બનવાની અંદાજીત રકમ 732.73 લાખ છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221016-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *