Gujarat

બોડેલી તાલુકા ના મૂળાધર પાસે ટીંબી ગામે સવારે એક સાથે ચાર કાચા મકાનો માં આકસ્મિક આગ લાગી હતી. જેમાં ઘર વખરી, અનાજ સહિત તમામ સામાન આગમાં બળીને ખાક થઈ જતાં ચારેય પરિજનો ને લાખો રૂપિયા ના નુકશાન સાથે ઘર વિહોણા બન્યા હતા

    ટીંબી ગામે રહેતા તેરસિંગ  ભાઈ રાઠવા, નટુભાઈ રાઠવા, લક્ષનભાઈ રાઠવા, રમેશ ભાઈ રાઠવા ના ઘરો માં સવારે આકસ્મિક આગ થી જોત જોતાં માં આગ વિકરાળ બની હતી. સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઘર ના સભ્યો ઘર બહાર દોડી આવ્યા પણ કોઈ સામાન લેવાનો સમય પણ મળ્યો નહિ. બોડેલી થી ફાયર ફાઇટર બોલાવતા આગ પર કાબુ મેળવ્યો તે પહેલાં બધું જ રાખ થઈ ગયું હતું.
    અનાજ, ઘર વખરી, રોકડ રૂપિયા, દાગીના મળી લાખો રૂપિયા નુ નુકશાન થયું હતું. સરપંચ સહિત આગેવાનો દોડી આવ્યા હતા. હવે તંત્ર અસર ગ્રતો ને તત્કાળ સહાય કરે તેવી માંગ ઉઠી છે.બોડેલી તાલુકા ના મૂળાધર પાસે ટીંબી ગામે સવારે એક સાથે ચાર કાચા મકાનો માં આકસ્મિક આગ લાગી હતી. જેમાં ઘર વખરી, અનાજ સહિત તમામ સામાન આગમાં બળીને ખાક થઈ જતાં ચારેય પરિજનો ને લાખો રૂપિયા ના નુકશાન સાથે ઘર વિહોણા બન્યા હતા.
બોડેલી થી ફાયર ફાઇટર બોલાવતા આગ પર કાબુ મેળવ્યો તે પહેલાં બધું જ રાખ થઈ ગયું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221210-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *