બોડેલી તાલુકા ના ભાણપુરી ના 35જેટલા માઈ ભક્તો નો સંગ સંઘ અંબાજી ખાતે આવેલ અંબેમાના ધામમાં જવા રવાના થયો હતો સંઘના વડા નટવરભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે લોકો ભાનપુરી ગામેથી 35 જેટલા માઈ ભક્તો આજરોજ ભાદરવા સુદ બીજના દિવસે ઘરેથી અંબે માતાના ધામ અંબાજી જવા ધજા લઈ પગપાળા રથ સાથે રવાના થયા છે
અમારો સંઘ આગામી ભાદરવા સુદ અગિયારસ એ અંબાજી પહોંચશે જ્યાં અમારા સંઘના ભક્તો માતાજીને ધજા રોહન કરવામાં આવશે અમારો સંઘ રોજના 50 કિ.મી નું પગપાળા અંતર કાપી આઠ દિવસમાં 400 કિલોમીટર દૂર આવેલ અંબાજી ખાતે પહોંચી જશે માઈ ભક્તોના સંઘને ભાનપુરી ગરોલ થી નીકળ્યા બાદ ઠેર ઠેર આવકારવામાં આવ્યા હતા. માઈ ભક્તોના સંઘ ને ઘેર ઠેર ઠેર આવકાર મળતા ભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો આ માઈ ભક્તો રોજના 16 કલાક ચાલી પચાસ કિ.મી નું અંતર કાપશે ત્યારબાદ સૌ પ્રથમ પાવાગઢ રાત્રી રોકાણ કરશે અને ત્યાંથી સવારમાં ચાર વાગ્યે આગળ રવાના થશે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


