Gujarat

બોડેલી તાલુકાના જબુગામ માં ઓરસંગ નદી ના કાંઠે આવેલ લગભગ ૪૦૦ વર્ષ નું આયુષ્ય ધરાવતું અને લોકવાયકા મુજબ જિલ્લા નું સૌથી જૂનું વટવૃક્ષ જેને જબુગામ પંથકના લોકો હોઢરબાવા નો વડલો ના નામ ની ઓળખ  અને ઇતિહાસ સાચવી ને બેસેલ આ વટવૃક્ષ જુલાઈ ૨૦૨૨ માં આવેલા ધોધમાર વરસાદના પગલે તેની એક બાજુ ખુબ ધોવાણ થયેલ જોવા મળી રહ્યું છ        

હવે લાગે છે કે આવતા વર્ષે જો થોડો ઘણો પણ વધારે વરસાદ થશે તો ….. કલ્પના પણ ન કરી શકાય એવું થશે ,અને એક જબુગામ નું હેરિટેજ સાઇટ કહી શકાય એવી ધરોહર હંમેશ ને માટે ખોવાઈ જશે.
       કારણ કે તેની બે બાજુ તો સાવ ધોવાઈ ગઈ છે અને વટવૃક્ષ ના મૂળ વધારે ઊંડા હોતા નથી. હવે જ્યારે એ બે બાજુ થી કમજોર પડી જ ગયો છે તો??? કેટલા દિવસ ટકી શકશે ? આ સવાલ નો કોઈજ ઉત્તર નથી  હજુ પણ  વનવિભાગ, કે અન્ય કોઈપણ કચેરી દ્વારા આ વટવૃક્ષ ને બચાવવા કઈ પણ પ્રયાસો હાથ ધરાયા નથી વહેલી તકે આ વટવૃક્ષ ને વન વિભાગ તરફથી જાળવણી કરવામાં આવે તેમ લોક માંગ ઉઠી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1672406563665_7014581539610387090.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *