Gujarat

બોડેલી તાલુકાના પ્રતાપનગર મુનિ નગરથી સિહોદ ગામ તરફ રૂપિયા ૨.૩૦ કરોડના ખર્ચે નવિન ડામર રોડ બનાવવાની બાંધકામ વિભાગે મંજૂરી આપી દીધી છે

બોડેલી તાલુકાના પ્રતાપનગર મુનિ નગરથી સિહોદ ગામ તરફ રૂપિયા ૨.૩૦ કરોડના ખર્ચે નવિન ડામર રોડ બનાવવાની બાંધકામ વિભાગે મંજૂરી આપી દીધી છે વિરોધ પક્ષના નેતા અને પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામભાઈ રાઠવાના પ્રયત્નથી આ રસ્તો અને વચ્ચે આવતા કોતર પર નાળુ મંજૂર થઈ શક્યું છે.                     બોડેલી તાલુકાના પ્રતાપ નગર સહિતના અનેક ગામના લોકોને ચોમાસા દરમિયાન પ્રતાપ નગર રેલવે ગરનાળામાં પાણી ભરાયેલા રહેતા ચોમાસામાં ભારે મુશ્કેલીઓ વેઠવા સાથે વાહન વ્યવહાર સદંતર બંધ રહેતો હતો જેથી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ અર્થે તેમજ આ વિસ્તારના ખેતી કરતા ખેડૂતો સહિત  જિલ્લાના આદિવાસીઓના મસીહા ગણાતા પ.પૂ. રાયમુનિ મહારાજના પ્રસિદ્ધ મંદિરે દર્શનાર્થે જવા માટે ભારે હાડમારીનો ભોગ બનવું પડતું હોવાની  રજૂઆત  થતી હતી સરકારના માર્ગ-મકાન વિભાગના લેખિત હુકમમા ૨.૩૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ૩.૪૦ કી.મી.લંબાઈના નવીન રસ્તો તેમજ જેમાં ૨.૮૦ કિ.મીનો ડમ્મર રોડ અને ૬૦૦ મીટરનો સીસી રોડ તેમાં કોતર પર સ્લેબ ડ્રેઈનની જોગવાઈ માટે ધારાસભ્ય એ તેમના મત વિસ્તારની પ્રજાની લાગણીનો પડઘો પાડતાં તંત્રએ નવીન રસ્તો બનાવવા મંજૂરીની મહોર મારી છે ત્યારે મુનિ નગરના સંતશ્રી રાયમુનિ મહારાજના હસ્તે નવિન રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, કોંગ્રેસના રાજેન્દ્રસિંહ રાઠવા, જગાભાઈ રાઠવા, રાજેન્દ્ર બાદશાહ, અમજદખાન પઠાણ,કાજલભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગોકુળ આઠમે આદિવાસી સમાજ દ્વારા મુનિ નગર ખાતે મેળો ભરાય છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે તેમજ મેળો મહાલવા આવતા હોય છે તેઓની તકલીફ કાયમ માટે દૂર થશે નવીન રસ્તો બનાવવા મંજૂરીની મહોર થતાં આ વિસ્તારના ગ્રામજનો મા ખુશી નીલહેર જોવા મળી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220603-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *