Gujarat

બોડેલી તાલુકામાં રૂા. ૧૫૦ લાખના ૮૩ કામો સહિત બેઠકમાં છોટાઉદેપુર જિલ્લામાં રૂા. ૯૦૦ લાખના ૫૯૬ વિકાસકામો મંજૂર કરાયા  છોટાઉદેપુર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

 છોટાઉદપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારીમંત્રી સુશ્રી. નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન રૂા. ૯૦૦ લાખના ૫૯૬ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી.
 બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અદના માનવી સુધી પહોંચે એ માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. વરસાદી પાણીના સંગ્રહ માટે નવા તળાવો બનાવવાના કે તળાવો ઉંડા કરવાની કામગીરી સમયસર પૂર્ણ થાય તથા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના સહિતની યોજનાઓનો લાભ લાભાર્થીઓને નિયમિત મળતો રહે એ સુનિશ્ચિત કરવા પણ તેમણે સૂચના આપી હતી.
 બેઠક દરમિયાન પંદર ટકા વિવેકાધિન જોગવાઇ, ટી.એ.એસ.પી જોગવાઇ, પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઇ અને ખાસ અંગભૂત જોગવાઇ હેઠળ સંખેડા તાલુકા માટે  રૂા. ૧૫૦ લાખના ૬૯ કામો, બોડેલી તાલુકામાં રૂા. ૧૫૦ લાખના ૮૩ કામો, નસવાડી તાલુકા માટે રૂા. ૧૫૦ લાખના ૮૭ કામો, જેતપુર પાવી તાલુકા માટે રૂા. રૂા. ૧૫૦ લાખના ૧૧૫ કામો, કવાંટ તાલુકા માટે રૂા. ૧૫૦ કરોડના ૧૦૭ કામોઅને છોટાઉદેપુર તાલુકા માટે રૂા. ૧૫૦ લાખના ૧૩૫ કામો  મળી છ તાલુકાઓ માટે કરવામાં આવેલા રૂા. ૯૦૦ લાખના ૫૯૬ કામોના નવા આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું. વધુમાં છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા રૂા. ૨૫ લાખના આયોજનને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
 આ ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨ના મંજૂર આયોજન અંતર્ગત રિવાઇઝ/રદ/ફેરફાર માટેના રૂા. ૧૦૬.૯૦ લાખના ૧૮ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. ડી.ડી.પી, ધારાસભ્ય ફંડ અને એ.ટી.વી.ટી હેઠળ મંજૂર થયેલા કામો માટે વહીવટી મંજૂરીઓ આપવા માટેની સમયમર્યાદા અને વર્ક એકશન પ્લાન અંગે સરકારની સૂચનાઓ બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. ડી.ડી.પી અને એ.ટી.વી.ટી જોગવાઇના કામો મનરેગા કન્વર્ઝન્સથી કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં મંજુર થયેલા કામોના જીઓ ટેગિંગ અંગે થયેલી કામગીરીની પણ વિગતે સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં વર્ષ ૨૦૨૧-૨૨ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની યોજનાઓ, ધારાસભ્ય ફંડ અને એ.ટી.વી.ટી યોજના હેઠળ મંજૂર થયેલા કામો, રાજયસભા સાંસદનિધિ, ૧૬મી અને ૧૭મી લોકસભા સાંસદનિધિ હેઠળ થયેલ કામગીરીની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી. તેમજવિલેજ પ્રોફાઇલ ગેપ એનાલિસિસ પરથી લીધેલા કામોની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ જિલ્લા આયોજન કચેરી દ્વારા તૈયાર કરવામાં છોટાઉદેપુર જિલ્લાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
 બેઠક દરમિયાન જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે પણ ઉપયોગી સૂચનો રજૂ કરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા આયોજન અધિકારીએ બેઠકનું સંચાલન કરતા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા નવા આયોજન અને બેઠકના અન્ય મુદ્દાઓની રજૂઆત કરી હતી.
 બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી. મલકાબેન પટેલ, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીયા, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા

IMG-20220510-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *